AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા : દૂધસાગરના પશુપાલકો માટે ખાસ દિશાસૂચન, પશુઓની કાળજી સાથે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરિયાતો

સ્વચ્છ દૂધ જલદી બગડતું નથી.તે આરોગ્ય ને હાની પહોંચાડતું નથી. તે દૂધ અને દૂધની બનાવટો(વાનગીઓ) બનાવવા માટે વધુ સમય સુધી યોગ્ય રહે છે.તેમાંથી બનાવેલ બનાવટો(વાનગીઓ) ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે.તે ઉચ્ચ કિંમત અપાવી શકે છે. દૂધની પેદાશોની નિકાસ કરવાનું સરળ બને છે.

મહેસાણા : દૂધસાગરના પશુપાલકો માટે ખાસ દિશાસૂચન, પશુઓની કાળજી સાથે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરિયાતો
Animal Husbandry (File Photo)
Manish Mistri
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:10 PM
Share

Mehsana: દૂધ ઉત્પાદકો (Milk producers)એવા પશુપાલકો (Animal husbandry)માટે પશુઓની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. પશુઓને ખોરાક સાથે પાણીની ખુબ જરૂરિયાત હોય છે. પશુઓને રોજ કેટલું પાણી જોઈએ અને પાણી ની પશુઓને શા માટે જરૂરિયાત હોય છે આવો જાણીએ .

દૂધ સાગર ડેરીના પશુ ચિકિત્સકોની સલાહ મુજબ.

આપણાં પશુઓને પાણીની જરૂરિયાત શા માટે ?

( ૧ ) પાણી શરીરમાં એક આદર્શ વાહક તરીકે કાર્ય કરે છે .તે પોષક તત્વો ને શરીરના જુદા જુદા ભાગોમાં સહેલાઈથી પહોચતા કરે છે.

( ૨ ) શરીર ના બંધારણ તેમજ વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓમાં સંચાલન માટે પાણી મહત્વ ની ભૂમિકા ભજવે છે.

( ૩ ) શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે અને તરસ સંતોષે છે .

( ૪ ) શરીરમાંથી નકામો કચરો – પરસેવો , છાણ , મૂત્ર – બહાર કાઢવામાં મદદ કરે છે .

( ૫ ) ખોરાક ના પાચન અને તેમાંથી મળતા પોષક તત્વો ના શોષણ ઘટકોના પરિવહનમાં પાણી મહત્વનો ભાગ ભજવે છે .

( ૬ ) પાણી શરીરમાં રહેલા સાંધાઓ તથા મગજ જેવા સંવેદનશીલ અંગોમાં ગાદી નું કાર્ય કરે છે .

( ૭ ) પાણી શરીરની વૃધ્ધિ અને વિકાસ , દૂધ ઉત્પાદન , કાર્યશક્તિ તેમજ ગર્ભ ની વૃદ્ધિ પર પણ અસર કરે છે . પાણી આંખ ની દ્રષ્ટિ માટે પણ જરૂરી છે .

પશુને દૈનિક પીવાના કેટલા પાણીની જરૂરિયાત

દૂધાળા ગાય / ભેંસ : દૈનિક – 60 થી 90 લીટર

વસૂકેલ ગાય / ભેંસ : દૈનિક – 50 થી 60 લીટર

પાડી / વાછરડી : દૈનિક – 20 થી 30 લીટર

સ્વચ્છ દૂધ એટલે શું ?

જે દૂધ તંદુરસ્ત (નિરોગી) દુધાળા પશુઓ દ્વારા, શુધ્ધ, અને સ્વચ્છ વાતાવરણમાં દોહેલું હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુંગંધ ધરાવતુ હોય, ધુળ, માટી ,રોગ ના જીવાણું ઈત્યાદીથી મુક્ત હોય ,દવાઓ , કીટક નાશકો, વિષ,ભારે ધાતુઓ, વગેરે ઝેરી રસાયણોના અવશેષોથી મુક્ત હોય તેમજ ખુબજ ઓછી સંખ્યામાં સૂક્ષ્મજીવાણુંઓ ધરાવતું હોય, તેવા દૂધ ને સ્વચ્છ દૂધ કહી શકાય.

સ્વચ્છ દૂધ શા માટે ?

સ્વચ્છ દૂધ જલદી બગડતું નથી.તે આરોગ્ય ને હાની પહોંચાડતું નથી. તે દૂધ અને દૂધની બનાવટો(વાનગીઓ) બનાવવા માટે વધુ સમય સુધી યોગ્ય રહે છે.તેમાંથી બનાવેલ બનાવટો(વાનગીઓ) ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે.તે ઉચ્ચ કિંમત અપાવી શકે છે. દૂધની પેદાશોની નિકાસ કરવાનું સરળ બને છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં પાયાની બાબતો

સ્વચ્છ અને નિરોગી પશુ, સ્વચ્છ ગમાણ અને વાતાવરણ,સ્વચ્છ વાસણો, સ્વચ્છ અને નિરોગી દોહનારા,સ્વચ્છ પાણી,  સુદૃઢ-સુરક્ષિત અને ઝડપી વહન, તંદુરસ્ત ચિલીંગ તેમજ પ્રક્રીયા.

સ્વચ્છ દૂધ ઉત્પાદન કેવી રીતે કરી શું ?

સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં મુખ્ય જવાબદારી દૂધ ઉત્પાદકોએ જ નિભાવવાની છે. દૂધ ઉત્પાદન દરમ્યાન વિવિધ રીતે કાળજી લેવામાં આવે તો જ સ્વચ્છ દૂધ મેળવી શકાય છે.આ ઉપરાંત દૂધ ને સ્વચ્છ અને સારી જીવાણુંકીય ગુણવત્તાવાંળુ રાખવા દૂધ દૂધ સહકારી મંડળીએ, દૂધ ની હેરફેર કરતા વાહન ચાલકોએ તેમજ શીત કેન્દ્ર અને ડેરી પ્લાન્ટ ના કમૅચારીઓએ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે.

(​​પશુધનની ખરીદી કરતાં પહેલાં તે રોગ મુક્ત છે કે કેમ તેની ખાત્રી કરી લો અને પશુને યોગ્ય રસી મુકાવી રોગ મુક્ત રાખો)

આ પણ વાંચો : Kutch: ભચાઉના કડોલ અભ્યારણમાં મીઠાના અગરો માટે બોરનુ કામ શરૂ કરી દેવાયુ, વનવિભાગે 3ને ઝડપી લીધા

આ પણ વાંચો : JAMNAGAR : ઓનલાઈન શિક્ષણમાં માત્ર 20 ટકા વિદ્યાર્થીઓની હાજરી, જાણો શું છે કારણ ?

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">