WhatsApp ચેટબોટને ChatGPT સાથે જોડવામાં આવશે, આ રીતે થશે ખેડૂતોને ફાયદો
તાજેતરમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ ભારતીય ખેડૂતો ઈન્ટરનેટથી સરકારી કાર્યક્રમોને એક્સેસ કરવા માટે GPT ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. આપને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટે ChatGPTમાં પૈસાનું રોકાણ કર્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (Meity) ChatGPT ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર, ભારતના ખેડૂતોને મદદ કરવા અને સરકારી યોજનાના લાભો બતાવવા માટે કરવામાં આવશે. OpenAI એ ગયા વર્ષે જ ChatGPT લોન્ચ કર્યું છે. માણસોની જેમ પ્રતિભાવ આપવાની ક્ષમતાને કારણે આ ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ જમાવ્યું છે. આગળ જાણીશુ કે IT મંત્રાલય ખેડૂતોને ChatGPT દ્વારા કેવી રીતે લાભ કરશે.
આ પણ વાંચો: RARSએ વિકસાવી જુવારની 2 નવી જાતો, હવે ઓછા ખર્ચે મળશે બમ્પર ઉપજ, જાણો ખાસિયત
તાજેતરમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ ભારતીય ખેડૂતો ઈન્ટરનેટથી સરકારી કાર્યક્રમોને એક્સેસ કરવા માટે GPT ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. આપને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટે ChatGPTમાં પૈસાનું રોકાણ કર્યું છે.
નડેલાએ પણ આ મોડલ જોયું
ખેડૂતો સુધી યોગ્ય માહિતી પહોંચાડવા માટે ChatGPTનો ઉપયોગ એક મોટો બદલાવ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Meity – Bhashini Chatની એક ટીમ GPT દ્વારા સંચાલિત WhatsApp ચેટબોટનું પરીક્ષણ કરી રહી છે. જે ખેડૂતોને સ્માર્ટફોન પર ટાઈપ કરવાનું નથી આવડતું તેમના માટે આ ખૂબ જ મદદરૂપ થશે.
એવું પણ સામે આવ્યું છે કે નડેલાને ChatGPT સપોર્ટેડ WhatsApp chatbot પણ બતાવવામાં આવ્યું છે. જો કે, ChatGPT ને WhatsApp સાથે જોડવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે તેનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામ ઇનપુટ ફીડ અંગ્રેજીમાં કામ કરે છે. હાલમાં, તેમાં કોઈ સ્થાનિક ભાષાનો સપોર્ટ નથી.
આ કામ સરળ નથી
આ કામ પણ ઘણું મુશ્કેલ છે કારણ કે AI ચેટબોટ માટે ઘણી સ્થાનિક ભારતીય ભાષાઓમાં એક મોટો ડેટાસેટ તૈયાર કરવો પડશે. આમ પણ ભારતમાં મોટાભાગના ખેડૂતો અંગ્રેજી જાણતા નથી. તેથી, તેમના વૉઇસ ઇનપુટ અનુસાર કાર્ય કરવા માટે, આ ભાષા મોડેલને શક્ય તેટલી વધુ ભારતીય ભાષાઓને સપોર્ટ કરવા લાયક બનાવવું જરૂરી છે.
12 ભાષામાં ઉપયોગ કરી શકાશે
હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં WhatsApp ચેટબોટ અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા અને આસામી સહિત 12 ભાષાઓને સપોર્ટ કરે છે. વપરાશકર્તાઓ આમાંથી કોઈપણ ભાષામાં વૉઇસ નોટ મોકલી શકે છે અને તેમને વૉઇસ નોટ દ્વારા પ્રતિસાદ મળશે. ઉદાહરણ સાથે સમજો- જો તમે પીએમ કિસાન સાથે સંબંધિત કંઈક જાણવા માગો છો, તો આ ચેટબોટ તમને તેનાથી સંબંધિત માહિતી જણાવશે.