Kutch : બેટ દ્વારકા અને જામનગર બાદ મુન્દ્રામાં ફર્યુ બુલડોઝર, ગેરકાયદે ભંગારના વાડા તોડી પડાયા, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર, દ્વારકા બાદ હવે કચ્છના મુન્દ્રામાં પણ ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મુન્દ્રામાં ગેરકાયદે દબાણ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી એક વાર ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગર, દ્વારકા બાદ હવે કચ્છના મુન્દ્રામાં પણ ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મુન્દ્રામાં ગેરકાયદે દબાણ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના કપાયા આસપાસ આવેલા દબાણો હટાવાયા છે. તંત્રએ નોટિસ આપ્યા બાદ દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે ભંગારના વાડા તોડવામાં આવ્યા છે.
જામનગરમાં કરાયું હતું મેગા ડિમોલિશન
બીજી તરફ આ અગાઉ જામનગરમાં પણ ગેરકાયદે કરવામાં આવેલુ દબાણ હટાવવામાં આવ્યુ હતુ. જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની તૈયારીઓના ભાગરુપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બચુનગર નદીના પટ વિસ્તારમાંથી દબાણો તોડી પડાયા. મનપાએ 12 દબાણ હટાવી કૂલ કિંમત 17.62 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવ્યા હતા. 54 હજાર ફૂટ પરના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કુલ 98 હજાર 845 ફૂટ જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કરાશે. 4 JCBની મદદથી ગેરકાયદે દબાણો દૂર કરાયા.