Nikki Yadav Murder Case: લાશને કારની બાજુમાં બેસાડી 40 કીલોમીટર દૂર લઈ ગયો આરોપી, શ્રદ્ધા મર્ડર કેસ જેવી બીજી ઘટના
સૌથી ચોંકાવનારી વાત એ છે કે ધરપકડ બાદ જ્યારે ક્રાઈમ બ્રાન્ચે સાહિલની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે તેને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો કોઈ પસ્તાવો નથી.
દિલ્હીના નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી સાહિલ નિક્કીના મૃતદેહને કારમાં બેસાડી 40 કિલોમીટર દૂર તેના ગામ મિત્રૌ લઈ ગયો. પરંતુ, તેના પર કોઈ તપાસ થઈ ન હતી. તે આરામથી ગાડી ચલાવતો રહ્યો. નવાઈની વાત એ છે કે સાહિલે નિકીની ડેડ બોડીને ડ્રાઈવિંગ સીટની બાજુમાં રાખી હતી. જો કે હત્યામાં વપરાયેલી કાર સાહિલના ઘરેથી પોલીસને મળી આવી છે.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચે સાહિલની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, તેને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો કોઈ પસ્તાવો નથી. પરંતુ, જ્યારે તે અન્ય યુવતી સાથે ફેરા લઈ રહ્યો હતો, ત્યારે તેને ચોક્કસપણે નિક્કી યાદ આવી હતી. પોલીસને શંકા છે કે આરોપી સાહિલ તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવના મૃતદેહનો એ રીતે નિકાલ કરવા માંગતો હતો, જે રીતે શ્રદ્ધા વોકરના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સાહિલના લગ્નનો વિરોધ કરતી હતી નિક્કી
જાન્યુઆરી 2018થી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. સાહિલે 9 ફેબ્રુઆરી 2023ના રોજ નિક્કીની હત્યા કરી હતી. સાહિલ ગેહલોતે પોલીસ સામે ખુલાસો કર્યો છે કે સાહિલના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે તે બીજી છોકરી સાથે લગ્ન કરે. નિક્કી આનો વિરોધ કરી રહી હતી. 9 ફેબ્રુઆરીએ સાહિલની સગાઈ બાદ નિક્કી તેને સતત ફોન કરતી હતી. હત્યાના 15 કલાક પછી જ સાહિલે બીજી છોકરી સાથે લગ્ન કર્યા હતા.
લાંબા સમયથી બંને લિવ ઇન રિલેશનશિપમાં હતા
સાહિલ ગેહલોત અને નિક્કી લાંબા સમયથી ગ્રેટર નોઈડામાં એકબીજા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ દરમિયાન બંને દિલ્હી એનસીઆરની બહાર ઘણી જગ્યાએ ફરવા ગયા હતા. તેઓ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાતે પણ ગયા હતા. પરંતુ જ્યારે કોરોના આવ્યો અને લોકડાઉન લાગુ થયું ત્યારે નિક્કી અને સાહિલ બંને પોતપોતાના ઘરે ગયા.
આ પણ વાચો: Delhi: શ્રદ્ધા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના બની, યુવતીની હત્યા કરી યુવકે લાશને ફ્રિજમાં છુપાવી
પરંતુ પછી પાછા આવ્યા અને દ્વારકામાં ભાડાના મકાનમાં ફરી સાથે રહેવા લાગ્યા. બંને લગભગ 1 વર્ષ સુધી દ્વારકામાં સાથે રહ્યા હતા. બીજી તરફ નિક્કી યાદવ છેલ્લા કેટલાક સમયથી ઉત્તમ નગરમાં રહેતી હતી. પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી તેની પૂછપરછ કરી રહી છે. જ્યારે નિકીના પિતાએ પોલીસ પાસે આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે.