Travel Guide: ભારતના આ સ્થળોની રેલયાત્રા આપને આપે છે યાદગાર સંભારણુ

09 Jan 2025

Created: Mina Pandya

ભારતમાં કેટલાક એવા રેલમાર્ગ આવેલા છે જેની તમે એકવાર યાત્રા કરી તો જિંદગીભર યાદ રહેશે

જેમા પ્રથમ નંબરે આવે છે ઉટી થી કુન્નુરનો રેલ રૂટ, આ રૂટનો નજારો તમે ક્યારેય ભૂલી નહીં શકો.

દાર્જિલીંગ હિમાલયન રૂટ઼- આ માર્ગ પર તમને હિમાલયની પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ થશે

કાલકાથી શીમલાનો રેલ માર્ગ઼- આ માર્ગ પર 102 સુરંગ, 87 પૂલ અને 900 વળાંક છે. અહીં માત્ર ટોય ટ્રેન જ ચાલે છે. 

જમ્મુથી- બારામૂલા રેલવે રૂટની યાત્પા પણ જીવનમાં એકવાર જરૂર કરવી જોઈએ.આ માર્ગ પર 700 થી વધુ પૂલ અને સુરંગ છે. 

મુંબઈથી ગોવા જનારી કોંકણ રેલવે રૂટ દુનિયાના સૌથી સુંદર રેલમાર્ગો પૈકી એક છે. 

કન્યાકુમારી થી ત્રિવેન્દ્રમની યાત્રા પણ જીવનભર યાદ રહેશે. આ યાત્રા લગભગ 20 કલાકની છે. 

દિલ્હીથી જેસલમેર એક્સપ્રેસ ટ્રેનમાં જોધપુરથી જેસલમેરવાળો રૂટ એટલો સુંદર છે કે તમને જિંદગી ભર યાદ રહેશે.

આ રેલ માર્ગ પર આપને પહાડ, નદી, ઝરણા, સુરંગ અને જંગલ સહિતના દરેક પ્રકારનું પ્રાકૃતિક સૌદર્ય જોવા મળશે