Shraddha Murder Case : 5 દિવસમાં બનાવી નવી ગર્લફ્રેન્ડ, તે ઘરે આવે ત્યારે શ્રદ્ધાના શરીરના ટુકડા ફ્રિજમાંથી કાઢી સંતાડી દેતો, મર્ડર મીસ્ટ્રીનો સૌથી મોટો ખુલાસો

શ્રદ્ધાના શરીરના ટુકડા પેટ્રોલથી સળગાવી દીધા હતા અને તેના હાડકાને ગ્રાઇન્ડરમાં પીસીને તેનો પાવડર 100 ફૂટ સુધી રસ્તા પર ફેંકી દીધા હતા. તેના શરીરના કેટલાક ભાગોને પોલીથીનમાં નાખીને 60 ફૂટ રોડ છત્તરપુર ટેકરી પર રાખેલા ડસ્ટબીનમાં મુકી આવ્યો હતો.

Shraddha Murder Case : 5 દિવસમાં બનાવી નવી ગર્લફ્રેન્ડ, તે ઘરે આવે ત્યારે શ્રદ્ધાના શરીરના ટુકડા ફ્રિજમાંથી કાઢી સંતાડી દેતો, મર્ડર મીસ્ટ્રીનો સૌથી મોટો ખુલાસો
Shraddha Murder Case biggest disclosure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 2:56 PM

દિલ્હીના ચર્ચીત શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ વિરુદ્ધ પોલીસને અનેક પુરાવા મળ્યા છે. જેમાં પોલીસે ચોંકાવનારો ખુલાસા કરતા કહ્યું હતુ કે આફતાબે શ્રદ્ધાના મર્ડર બાદ બીજી ગર્લ ફ્રેન્ડ પણ બનાવી લીધી હતી. તે જ્યારે તેને મળવા તેના ફ્લેટમાં આવતી ત્યારે આફતાબ ફ્રિજમાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કાઢીને રસોડામાં સંતાડી દેતો હતો, જ્યારે ગર્લફ્રેન્ડ પાછી ફરતી ત્યારે તે શ્રદ્ધાના શરીરના ટુકડાને પાછા ફ્રીજમાં મૂકી દેતો હતો. તેમજ આફતાબે એ વાત સ્વીકારી છે કે તેણે શ્રદ્ધાના હાડકાં પીસીને તેનો પાવડર બનાવી દીધો હતો.

મર્ડર કેસમાં મોટો ખુલાસો

શ્રદ્ધા મર્ડર કેસની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ 24 મેના રોજ બમ્બલ એપ દ્વારા અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. ત્યારે યુવતી 25 જૂનના રોજ આફતાબના છતરપુર ફ્લેટમાં પ્રથમ આવી હતી, તે દરમિયાન યુવતી ફ્લેટમાં આવી હતી ત્યારે ફ્લેટમાં જ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા હતા. 25 જૂન પછી તે યુવતી સતત આફતાબના ફ્લેટમાં આવતી હતી, તે યુવતીએ પણ તે ફ્લેટમાં આફતાબ સાથે ઘણી રાતો વિતાવી હતી.

હાડકાને ગ્રાઇન્ડરમાં પીસી પાવડર કર્યો

આફતાબે પોલીસને જણાવ્યું કે જ્યારે યુવતી ફ્લેટમાં આવતી ત્યારે તે ફ્રિજમાંથી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કાઢીને રસોડાના નીચેના કેબિનેટમાં મૂકી દેતો અને ફ્રીજને સંપૂર્ણપણે સાફ કરી દેતો. આ સાથે પોલીસની ચાર્જશીટ અનુસાર, તેણે વધુમાં કહ્યું કે, ‘મેં તેના શરીરના ટુકડા પેટ્રોલથી સળગાવી દીધા હતા અને તેના હાડકાને ગ્રાઇન્ડરમાં પીસીને તેનો પાવડર 100 ફૂટ સુધી રસ્તા પર ફેંકી દીધો હતો. તેના શરીરના કેટલાક ભાગોને પોલીથીનમાં નાખીને 60 ફૂટ રોડ છત્તરપુર ટેકરી પર રાખેલા ડસ્ટબીનમાં મુકી આવ્યો હતો. ત્યારે આ ચોંકાવનારો ખુલાસો સામે આવતા લોકોની રુહ કાંપી ઉઠી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પણ વાંચો: Shraddha Murder case: આફતાબે આરીથી કર્યા હતા શ્રદ્ધાના 35 ટુકડા, ઓટોપ્સી રિપોર્ટમાં મોટો ખુલાસો

શ્રદ્ધાના મૃતદેહના ટુકડા રસોડામાં સંતાડતો

શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આજે પોલીસ દ્વારા આ કેસનો અંચબિત કરી દેય તેવો મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું હતુ કે આફતાબને તેની નવી ગર્લ ફ્રેન્ડ જ્યારે તેના ફ્લેટમાંથી મળીને બહાર નીકળતી ત્યારે તે ફરીથી રસોડામાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ, જેમાં શ્રદ્ધાનું માથું હતું, તે કાઢીને રેફ્રિજરેટરમાં મૂકતો, અને આ રીતે, તે છોકરીને રાખેલા મૃતદેહ વિશે કોઈ જાણકારી મળી ન હતી.

શ્રધ્ધાની વીંટી પણ ગર્લફ્રેન્ડને ગીફ્ટ કરી

મળતી માહિતી મુજબ તે છોકરી પહેલી વાર ઘરે આવી ત્યારે આફતાબે શ્રધ્ધાના હાથમાં પહેરેલી ચાંદીની વીંટી કાઢીને તે છોકરીને ભેટમાં આપી હતી. ત્યારે પોલીસને તે યુવતી પાસેથી વીંટી પણ મળી લીધી છે. આફતાબે શ્રદ્ધાનો મોબાઈલ ફોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું મુંબઈની ભાયંદર ખાડીમાં ફેંકી દીધું હતું કારણ કે આફતાબ જાણતો હતો કે તે ખૂબ જ ઊંડો છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">