Surat : માસમા ગામની હદમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, ચાલક સહિત બે વોન્ટેડ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામની હદમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો હતો.

Surat : સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ વધી છે. અવાર નવાર દારૂ ઝડપાવાના કે મારામારીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકાના માસમાં ગામની હદમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતાં ટ્રક અને દારૂ મળી કુલ રૂ.34.28 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. તો દારૂ મંગાવનાર તેમજ ટ્રક ચાલક હાજર નહી મળી આવતા પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે સુરતના વેડ રોડ ખાતે રહેતો ચેતન ઉર્ફે હાર્દિક રમેશભાઈ પરમાર એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવી અને પોતે તે વિદેશી દારૂનો જથ્થો ભરેલા ટ્રકનું પોતાની કારમાં પાયલોટીંગ કરવાનો છે.
આ દારૂ ભરેલો ટ્રક માસમાં ગામની સીમમાં આવેલા સાંઈ શ્રદ્ધા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલો છે. બાતમીના આધારે પોલીસે માસમાં ગામની સીમમાં આવેલા સાંઈ શ્રદ્ધા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવી તપાસ કરતા ત્યાં ટ્રક મળી આવ્યો હતો. જયારે ટ્રકમાં કોઈ વ્યક્તિ મળી આવ્યો ન હતો.
પોલીસે ટ્રક અને દારૂ મળી કુલ રૂ.34.28 લાખનો મુદામાલ જપ્ત કર્યો
પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી રૂ.14.28 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે દારૂ તેમજ 20 લાખની કિમતનો ટ્રક મળી કુલ રૂ.34.28 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં ટ્રક ચાલક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચેતન ઉર્ફે હાર્દિક રમેશભાઈ પરમારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો