Career : આનંદો…..મેડિકલ વિદ્યાર્થીઓ માટે Good News ! NEET PGની વધશે બેઠકો, સરકારે બનાવી છે આ યોજના
Career : દેશમાં 50,000 PG સીટો સામે MBBSની એક લાખ સીટો છે. સરકાર હવે આ રેશિયો સુધારવા માંગે છે.
સરકાર પ્રાથમિકતાના આધારે NEET PGની બેઠકો વધારવાનો પ્રયાસ કરી રહી છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) વધુ PG વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વિવિધ મેડિકલ કોલેજોની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ફેસિલિટી ઈન્સ્પેક્શન કરી રહ્યું છે. આ પહેલ હેઠળ કેટલીક જિલ્લા હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેથી કરીને વધુ પીજી સીટો બનાવી શકાય. જોઇન્ટ ડાયરેક્ટર ઓફ મેડીકલ એન્ડ હેલ્થ ડો.સંજય તેવતિયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવી રહી છે.
ડૉ. સંજય તેવતિયાએ જણાવી આ વાત
ડૉ. સંજય તેવતિયાએ જણાવ્યું હતું કે, “અગાઉના દર્દીઓને નિષ્ણાંત વિશે ખબર ન હતી. તેથી જ તેઓ તેમના મોટાભાગના રોગોની સારવાર એમબીબીએસ ડૉક્ટર પાસે કરાવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો શરૂ થવાને કારણે વિશેષજ્ઞ ડોકટરોની માંગ વધી રહી છે. તેમણે કહ્યું કે, અમારો ધ્યેય આ ગુણોત્તરમાં સુધારો કરવાનો છે, જેથી ઉમેદવારોને સ્પેશ્યલાઈઝેશન કોર્સ કરવાની તક મળે.
જ્યાં મેડિકલ કોલેજ નથી ત્યાં જિલ્લા હોસ્પિટલને કોલેજમાં ફેરવવામાં આવશે
NMC મેડિકલ કોલેજોમાં ક્લિનિકલ સામગ્રી અને ફેકલ્ટીની હાજરીની તપાસ કરી રહી છે. જેથી તેઓ વધુ PG વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની તૈયારીનું મૂલ્યાંકન કરી શકે, એમ અધિકારીએ જણાવ્યું હતું. “કોલેજોએ તેમની પીજી બેઠકોની સંખ્યા વધારવા માટે વિનંતી મોકલી છે, જેના આધારે NMC હાલમાં નિરીક્ષણ હેઠળ છે,” અધિકારીએ જણાવ્યું હતું. જો NMCને બધુ બરાબર જણાય, તો તે કોલેજને પરવાનગી પત્ર (LOP) આપશે, જે તેને PG બેઠકોની સંખ્યામાં વધારો કરવાની મંજૂરી આપશે.
ફેકલ્ટીની અછત એક સમસ્યા, જેનો સામનો કરવો પડી શકે
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “NEET PG બેઠકોની સંખ્યા વધારવાનો બીજો રસ્તો એ છે કે જિલ્લા હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરવી. શરૂઆતમાં, આ કેટલાક જિલ્લાઓમાં કરવામાં આવશે. જ્યાં હાલમાં મેડિકલ કોલેજ નથી. અમે હોસ્પિટલો અને મેડિકલ કોલેજો વચ્ચે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ બનાવવાનું પણ વિચારી રહ્યા છીએ. જો કે, પીજી સીટોની સંખ્યામાં વધારો કર્યા પછી, ફેકલ્ટીની અછત એક સમસ્યા છે. જેનો સામનો કરવો પડી શકે છે.