Muhurat Trading 2022 : શેરબજારમાં આ દિવસે કરાશે મુહૂર્ત ટ્રેડિંગ, ચોક્કસ સમયે કરાયેલા રોકાણને ખૂબ જ શુભ માનવામાં આવે છે

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન આ એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની જૂની પરંપરાને અનુસરે છે. આ ટ્રેડિંગ ઇક્વિટી, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ, કરન્સી અને કોમોડિટી માર્કેટ, ત્રણેયમાં થાય છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબર 2022ના રોજ આવી રહી છે.

Muhurat Trading 2022 : શેરબજારમાં આ દિવસે કરાશે મુહૂર્ત ટ્રેડિંગ, ચોક્કસ સમયે કરાયેલા રોકાણને ખૂબ જ શુભ માનવામાં આવે છે
Muhurat trading session 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 8:33 AM

શેરબજાર(Share Market) માટે દિવાળીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. તહેવારના કારણે આ દિવસે રજાહોવા છતાં આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સેશન (Muhurat trading session 2022)નું આયોજન એક કલાક માટે કરવામાં આવે છે. આ સમય દરમિયાન(Diwali Muhurat Trading) બજારમાં માત્ર 1 કલાકનો વેપાર થાય છે. આ એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની પરંપરાને આગળ ધપાવે છે.જો તમે પૈસા કમાવવા અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ દિવસે રોકાણ કરી શકો છો. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મુહૂર્ત ટ્રેડિંગ શું છે?

દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વખતે દિવાળી સાથે સંવત 2077ની શરૂઆત થવા જઈ રહી છે. ભારતીય પરંપરા અનુસાર દેશના ઘણા ભાગોમાં દિવાળી નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. આ શુભ મુહૂર્તમાં શેરબજારના વેપારીઓ ખાસ શેરમાં વેપાર કરે છે તેથી તેને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે.

મુહૂર્ત ટ્રેડિંગનું મહત્વ

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્ટોક ખરીદે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લાંબો ઇતિહાસ ધરાવે છે. દર વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ માટે એક નિશ્ચિત સમય હોય છે. રોકાણકારો આ શુભ અવસર પર મૂલ્ય આધારિત શેરો ખરીદે છે.

Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?

નિષ્ણાતો શું કહે છે?

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં વેપારીઓ ભારે રોકાણ કરે છે. પરંપરાગત રીતે પ્રથમ ઓર્ડર ખરીદીનો હોય છે. જો આપણે પાછલા વર્ષોમાં આ સમય દરમિયાન બજારની કામગીરી પર નજર નાખીએ, તો મોટા ભાગના પ્રસંગોએ શેરબજાર મુહૂર્ત ટ્રેડિંગના દિવસે દાયરામાં જ રહ્યું છે. બીજી તરફ બજારમાં પણ થોડા સમય માટે તેજી જોવા મળે છે.

આ સમયે  મુહૂર્ત ટ્રેડિંગ થશે

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન આ એક કલાકમાં રોકાણકારો તેમનું નાનું રોકાણ કરીને બજારની જૂની પરંપરાને અનુસરે છે. આ ટ્રેડિંગ ઇક્વિટી, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ, કરન્સી અને કોમોડિટી માર્કેટ, ત્રણેયમાં થાય છે.

આ વખતે 24 ઓક્ટોબર 2022ના દિવાળીના દિવસે NSE અને BSE પર સાંજે 6:15 થી 7:15 સુધી મુહૂર્ત ટ્રેડિંગ થશે. બ્લોક ડીલ સાંજે 5.45 થી 6 વાગ્યા સુધી થશે. સ્ટોક એક્સચેન્જ અનુસાર, દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ પર સાંજે 6:00 વાગ્યાથી 6:08 વાગ્યા સુધી પ્રી-ઓપન ટ્રેડિંગ સેશન રહેશે.

  • Block Deal Session: 5.45 pm to 6.00 pm
  • Pre Open Trading Session: 6.00 pm to 6.08 pm
  • Normal Market: 6.15 pm to 7.15 pm
  • Call Auction Session: 6.20 pm to 7.05 pm
  • Closing session: 7.15 pm to 7.25 pm

પાંચ દાયકા જૂની પરંપરા

શેરબજારમાં દિવાળીના દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા પાંચ દાયકા કરતાં પણ જૂની છે. મુહૂર્ત વેપારની પ્રથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 1957માં અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં 1992માં શરૂ થઈ હતી. નિષ્ણાતો કહે છે કે મુહૂર્ત વેપાર સંપૂર્ણપણે પરંપરા સાથે સંબંધિત છે. મોટાભાગના લોકો આ દિવસે શેર ખરીદવાનું પસંદ કરે છે જો કે આ રોકાણો સામાન્ય રીતે ખૂબ નાના અને પ્રતીકાત્મક હોય છે.

g clip-path="url(#clip0_868_265)">