બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેવી રીતે કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા વિશે
મ્યુચ્યુઅલ ફંડની સારી બાબત એ છે કે તેના દ્વારા તમે કોઈપણ સમયે સરળતાથી માર્કેટમાં રોકાણ કરી શકો છો. બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે લાંબા સમયગાળામાં રોકાણથી તમને કમ્પાઉન્ડિંગનો વધારે ફાયદો મળે છે.
આજે લોકો ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની આવકમાંથી અમુક રકમની બચત કરી રહ્યા છે. આજે બેંક સિવાય લોકો SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. આ સાથે જ તમે તમારા બાળકોના નામ પર પણ સરળતાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. જે તમને આવનારા સમયમાં બાળકોના શિક્ષણ અને લગ્ન જેવા મોટા ખર્ચાને પહોંચી વળવામાં મદદ કરશે.
કમ્પાઉન્ડિંગનો વધારે ફાયદો મળે છે
મ્યુચ્યુઅલ ફંડની સારી બાબત એ છે કે તેના દ્વારા તમે કોઈપણ સમયે સરળતાથી માર્કેટમાં રોકાણ કરી શકો છો. બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો મોટો ફાયદો એ છે કે લાંબા સમયગાળામાં રોકાણથી તમને કમ્પાઉન્ડિંગનો વધારે ફાયદો મળે છે અને આ તમને તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં પણ મદદ કરે છે.
બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં કરો રોકાણ
બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓનલાઈન અને ઓફલાઇન બન્ને મોડ દ્વારા સરળતાથી કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમારે બાળકનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતા અથવા વાલી હોવાનો પુરાવો અને એડ્રેસ પ્રૂફની જરૂર પડે છે. ત્યારબાદ બાળક અને વાલીના KYC થયા પછી, તમે સરળતાથી એકાઉન્ટ ખોલાવી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવાની રહેશે
મ્યુચ્યુઅલ ફંડમાં એકાઉન્ટ શરૂ થયા બાદ તમારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવાની રહેશે. સ્કીમ પસંદ કરતી વખતે હંમેશા તમારી રિસ્ક પ્રોફાઇલ, સમયગાળો અને ફંડના પ્રકારને ધ્યાનમાં રાખો. હવે તમે તમારી બચત અનુસારની રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો.
ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ ચૂકવવો પડશે
ઈન્કમ ટેક્સની કલમ 64 મુજબ, જો બાળક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડના વેચાણમાંથી કેપિટલ ગેઈન થાય છે, તો તેના માતા-પિતા અથવા વાલીની ઈન્કમમાં ઉમેરવામાં આવશે અને જેમ જેમ બાળક 18 વર્ષથી વધારે ઉંમર થશે ત્યારબાદ તેમણે મ્યુચ્યુઅલ ફંડમાંથી આવક પર ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ વાંચો : રોકાણકારો માટે સારા સમાચાર, આ કંપની ઈન્વેસ્ટર્સને આપશે બોનસ શેર, ત્રણ વર્ષમાં કંપનીએ આપ્યું 423 ટકા વળતર
જો તમે બાળકોના નામે ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડના વેચાણ પરના રૂપિયા ફક્ત બાળકના બેંક ખાતામાં જ જમા થશે. તેથી રોકાણ સમયે બાળકનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.