રોકાણકારો માટે સારા સમાચાર, આ કંપની ઈન્વેસ્ટર્સને આપશે બોનસ શેર, ત્રણ વર્ષમાં કંપનીએ આપ્યું 423 ટકા વળતર

છેલ્લા 6 મહિનામાં સંદૂર મેંગેનીઝના શેર 44 ટકા વધ્યા છે. એ જ રીતે, છેલ્લા એક વર્ષમાં શેરમાં 137 ટકાનો વધારો થયો છે. છેલ્લા 2 વર્ષમાં તેમાં 178 ટકાનો વધારો થયો છે અને જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો કુલ 423 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં શેરે 422 ટકા વળતર આપ્યું છે.

રોકાણકારો માટે સારા સમાચાર, આ કંપની ઈન્વેસ્ટર્સને આપશે બોનસ શેર, ત્રણ વર્ષમાં કંપનીએ આપ્યું 423 ટકા વળતર
Bonus Shares
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 1:43 PM

માઈનિંગ સેક્ટર સાથે સંકળાયેલી કંપની સંદૂર મેંગેનીઝ અને આયર્ન ઓર્સ લિમિટેડના શેરમાં ગુરુવારે રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો. કંપની દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. કંપનીએ તેની આગામી યોજાનારી બોર્ડ મીટિંગમાં બોનસ શેર પર પ્રસ્તાવની જાહેરાત કરી હતી. તેનાથી રોકાણકારો ખુશ થયા હતા અને અને સંદૂર મેંગેનીઝ અને આયર્ન ઓર્સ લિમિટેડના શેર રોકેટ બન્યા હતા.

શેરના ભાવમાં વધારા બાદ 1885 રૂપિયાના સ્તર પર પહોંચ્યા

સંદૂર મેંગેનીઝ અને આયર્ન ઓર્સ લિમિટેડે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, બોર્ડ મીટિંગ 18 ડિસેમ્બર, 2023ના રોજ યોજાવાની છે. બોર્ડની આ બેઠકમાં કંપનીના ઈક્વિટી શેરધારકોને બોનસ શેરની દરખાસ્ત કરવામાં આવી છે. આ સમાચાર બાદ શેર અંદાજે 16 ટકા વધ્યા હતા. શેરના ભાવમાં વધારા બાદ 1,885 રૂપિયાના સ્તર પર પહોંચ્યા હતા.

કંપનીએ 18 કરોડ રૂપિયાના રાઈટ્સ ઈશ્યૂને મંજૂરી આપી

કંપનીના શેર તેના 52 વીકના હાઈ લેવલ પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ 18 કરોડ રૂપિયાના રાઈટ્સ ઈશ્યૂ અને 900 કરોડ રૂપિયાથી 950 કરોડ રૂપિયાના કેપેક્સ પ્લાનને મંજૂરી આપી હતી. રેકોર્ડ ડેટ મુજબ રાઈટ્સ ઈશ્યૂ રેશિયો 1:2 પર નિશ્ચિત કરવામાં આવ્યો હતો.

શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos
કયા દેશને પતંગોનું ઘર કહેવામાં આવે છે?
શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો
Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા

કંપનીએ ત્રણ વર્ષમાં 423 ટકા રિટર્ન આપ્યું

છેલ્લા 6 મહિનામાં સંદૂર મેંગેનીઝના શેર 44 ટકા વધ્યા છે. એ જ રીતે, છેલ્લા એક વર્ષમાં શેરમાં 137 ટકાનો વધારો થયો છે. છેલ્લા 2 વર્ષમાં તેમાં 178 ટકાનો વધારો થયો છે અને જો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો કુલ 423 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં શેરે 422 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો : અંબાણી કે અદાણી નહીં ! આ છે 2023ના ત્રણ સૌથી યુવા અબજોપતિ, જાણો તેમની પાસે છે કેટલી સંપત્તિ

કંપનીએ 26.53 કરોડ રૂપિયાનો નફો જાહેર કર્યો

સંદૂર મેંગેનીઝ અને આયર્ન ઓર્સ લિમિટેડે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને 758 ટકાનું જંગી રિટર્ન આપ્યું છે. 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં સંદૂર મેંગેનીઝની કુલ આવક 202.62 કરોડ રૂપિયા હતી. જે આ પહેલાના ક્વાર્ટર 381.05 કરોડ રૂપિયાની કુલ આવક કરતાં 46.83 ટકા નીચી છે. કંપનીએ 26.53 કરોડ રૂપિયાનો નફો જાહેર કર્યો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">