એક દિવાલ પર પેઈન્ટ કરવાના મળ્યા 1650 કરોડ રુપિયા! રાતોરાત અમીર બની ગયો હતો આર્ટીસ્ટ, જુઓ વીડિયો
તમને આ જાણીને નવાઈ લાગશે કે એક દિવાલને પેઈન્ટ કરવા માટે આર્ટીસ્ટને કરોડ, 2 કરોડ કે 10 કરોડ નહીં પણ 1650 કરોડ રુપિયા મળ્યા હતા. જી હા, આ એક રિયલ સ્ટોરી છે. ત્યારે ચાલો જાણીએ અહીં

શું તમે ક્યારેય સાભળ્યું છે કે કોઈ એક દિવાલને કલર કરવાના પેઈન્ટરને કરોડો રુપિયા મળ્યા હોય ? તમને આ જાણીને નવાઈ લાગશે કે એક દિવાલને પેઈન્ટ કરવા માટે આર્ટીસ્ટને કરોડ, 2 કરોડ કે 10 કરોડ નહીં પણ 1650 કરોડ રુપિયા મળ્યા હતા. જી હા, આ એક રિયલ સ્ટોરી છે.
તમને જણાવી દઈએ જ્યારે 2005માં જ્યારે ફેસબુક નવું નવું આવ્યું હતુ ત્યારે તેમની હેડ ઓફિસની એક દિવાલ પર ગ્રાફિકલ પેઈન્ટીંગ કરવા માટે અમેરિકાના ફેમસ આર્ટીસ્ટ ડેવિડ ક્લુ. ડેવિડે તે દિવાલ પર પેઈન્ટીંગ કરવા માટે 50લાખ રુપિયા માંગ્યા અને કંપની તેમની ફીસને લઈને તૈયાર થઈ ગઈ પણ કંપનીએ ડેવિડને ઓફર કર્યું કે તે ચાહે તો સેમ વેલ્યુના તેને કંપની શેર્સ પણ આપી શકે છે ત્યારે ડેવિડ પણ આ ડિલ માટે તૈયાર થઈ ગયા અને શેર્સ લેવા તૈયારી બતાવી દીધી આ પછી કામ કરી ડેવિડે ફેસબુકમાં શેર્સ પણ લઈ લીધા.
(વીડિયો ક્રેડિટ- CA RAHUL MELODIA)
આ પછી 2012માં ફેસબુક માર્કેટમાં લિસ્ટ થઈ ત્યારે આ શેર્સની વેલ્યુ માર્કેટમાં 200 મીલિયન ડોલર હતી એટલે કે 1650 કરોડ રુપિયા અને આવી રીતે ડેવિડ થોડા શેર લઈ રાતોરાત અમીર બની ગયા.
આવુ જ સેમ નાઈકીના કેસમાં થયું. નાઈકીનું જે રાઈટવાળુ નિશાન છે તેને બનાવાના પણ તે આર્ટીસ્ટને પૈસાના બદલામાં શેર મળ્યા અને કંપની લિસ્ટ થતા જ તેણી પણ ખુબ અમીર બની ગયા હતા.