Panchmukhi Hanuman: બજરંગબલીએ કેમ લીધો પંચમુખી હનુમાનનો અવતાર? વાંચો કથા

પંચમુખી હનુમાનને બજરંગબલીનું સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે સાધકે પૂર્ણ ભક્તિભાવથી પંચમુખી હનુમાનના ચરણોમાં પૂજન કરવું જોઈએ. તેનાથી પંચમુખી હનુમાનની કૃપા પ્રાપ્ત થાય છે.

Panchmukhi Hanuman: બજરંગબલીએ કેમ લીધો પંચમુખી હનુમાનનો અવતાર? વાંચો કથા
Panchmukhi Hanuman Avatar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 10:36 AM

Panchmukhi Hanuman Avatar: ભગવાન હનુમાન, બજરંગબલી, અંજની પુત્ર, પવનપુત્ર, રામ ભક્ત અને બીજા ઘણા નામોથી પ્રખ્યાત છે, તેમને કળિયુગના દેવતા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ દરેક રીતે સમસ્યાઓથી ઘેરાયેલો હોય અને તે કોઈ રસ્તો શોધી શકતો નથી તો બજરંગબલીના અવતાર પંચમુખી હનુમાનની પૂજા કરવી જોઈએ. ભોપાલમાં રહેતા જ્યોતિષી અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે પંચમુખી હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. આજના લેખમાં પૌરાણિક કથા દ્વારા આપણે જાણીશું કે બજરંગબલીએ કેવી રીતે પંચમુખી હનુમાન અવતાર લીધો હતો.

પંચમુખી હનુમાન અવતાર કથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનને બજરંગબલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે. રાવણના ભ્રમનો અંત લાવવા રાવણ સાથેના યુદ્ધ દરમિયાન હનુમાનજીએ પંચમુખી હનુમાનનો અવતાર લીધો હતો. ચાલો જાણીએ તેની દંતકથા.

દંતકથા અનુસાર ભગવાન રામ સાથેના યુદ્ધ દરમિયાન, રાવણને સમજાયું કે તે આ યુદ્ધમાં પરાજિત થઈ શકે છે. પોતાની હારથી બચવા તેણે પોતાની માયાવી શક્તિઓનો ઉપયોગ શરૂ કર્યો. આ યુદ્ધમાં રાવણે પોતાના માયાવી ભાઈ અહિરાવણની મદદ લીધી હતી. અહિરાવણની માતા ભવાની તંત્ર-મંત્ર જાણતી હતી. આ કારણથી અહિરાવણ તંત્ર વિદ્યામાં પણ નિષ્ણાત હતો. યુદ્ધ દરમિયાન, તેણે એવી ચાલ કરી કે ભગવાન રામની સેના ધીમે ધીમે યુદ્ધના મેદાનમાં સૂવા લાગી. ભગવાન રામ અને લક્ષ્મણ પણ આ યુક્તિથી બચી ન શક્યા અને તેઓ પણ સૂઈ ગયા.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

જેમ ભગવાન રામ અને લક્ષ્મણ ઊંઘી ગયા, અહિરાવણે તેમનું અપહરણ કર્યું અને તેમને પાતાળમાં લઈ ગયા. થોડા સમય પછી માયાનો પ્રભાવ ઓછો થયો, પછી સેનાના યુધ્ધવીરો પણ જાગી ગયા અને જોયું કે ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાં નથી. વિભિષણ આ યુક્તિ સમજી ગયા અને ભક્ત હનુમાનને રામ અને લક્ષ્મણને બચાવવા માટે પાતાળ જવા કહ્યું. જેવા ભક્ત હનુમાન પાતાળ પહોંચ્યા, તેમણે જોયું કે તેમનો પોતાનો પુત્ર મકરધ્વજ તેમને ત્યાં રોકી રહ્યો છે. આ દરમિયાન હનુમાનજીનું મકરધ્વજ સાથે યુદ્ધ થયું અને મકરધ્વજને હરાવી તેઓ અંદર પ્રવેશ્યા તો ભગવાન રામ અને લક્ષ્મણને બંધક બનાવેલા જોયા.

હનુમાનજીએ જોયું કે પાંચેય દિશાઓમાં પાંચ દીવા બળી રહ્યાં છે. આ તાંત્રિક વિદ્યા મા ભવાનીએ કરી હતી. હનુમાનજી જાણતા હતા કે આ પાંચ દીવાઓ એકસાથે બુઝાવવાથી જ અહિરાવણનો અંત આવી શકે છે. તે જ સમયે બજરંગબલીએ પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું અને અહિરાવણનો વધ કર્યો.

પંચમુખી હનુમાનના સ્વરૂપો

બજરંગબલીના પંચમુખી સ્વરૂપમાં ઉત્તરમાં વરાહ મુખ, દક્ષિણમાં નરસિંહ મુખ, પશ્ચિમમાં ગરુડ મુખ, પૂર્વમાં હનુમાન મુખ અને આકાશ તરફ હયગ્રીવ મુખ છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">