AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra 2022 : શસ્ત્ર પૂજા ક્યારે અને કેવી રીતે કરવી, જાણો વિધિ અને શુભ મુહૂર્ત

હિન્દુ ધર્મમાં દશેરા(Dussehra 2022)નો તહેવાર શસ્ત્રો અને શાસ્ત્રો બંનેની પૂજા માટે જાણીતો છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની રીત અને શુભ મુહૂર્ત જાણવા આ લેખ અવશ્ય વાંચો.

Dussehra 2022 : શસ્ત્ર પૂજા ક્યારે અને કેવી રીતે કરવી, જાણો વિધિ અને શુભ મુહૂર્ત
Dussehra 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 2:02 PM
Share

Dussehra Shastra Puja Vidhi: સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા(worship) સાથે શસ્ત્રોની પૂજાનો નિયમ છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પૂજા આજ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે વિજયાદશમી(Dussehra 2022)ના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષભર શત્રુઓ પર વિજયનું વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાના દિવસે કરવામાં આવતી શસ્ત્ર પૂજાની રીત, શુભ મહત્વ અને ધાર્મિક મહત્વ.

શસ્ત્ર પૂજન માટે શુભ સમય

દશેરાના પવિત્ર તહેવાર પર, સેના, પોલીસ અને અન્ય સુરક્ષા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ખાસ કરીને તેમના શસ્ત્રોની પૂજા કરે છે. સંકટના સમયે જીવનની રક્ષા કરતા શસ્ત્રોની પૂજા કરવાનો સૌથી શુભ સમય બપોરે 2:00 થી 2:50 સુધીનો છે. એવું માનવામાં આવે છે કે આ વિજય મુહૂર્તમાં પૂજા કરવાથી સાધકને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે.

શસ્ત્ર પૂજા કેવી રીતે કરવી

દશેરાના દિવસે શસ્ત્રની પૂજા કરવા માટે સવારે સ્નાન આદી કર્યા પછી વિજય મુહૂર્તમાં શસ્ત્રો કાઢીને ચોખ્ખા કપડાથી સાફ શસ્ત્રને ખૂબ કાળજીથી સાફ કરો અને ગંગાજળથી પવિત્ર કરો. આ પછી કંકુ, ચંદન, ચોખા, ફૂલ, ધૂપ, દીપ વગેરેથી વિધિપૂર્વક શસ્ત્રની પૂજા કરો. શસ્ત્ર પૂજન સમયે ભગવાન શ્રીરામ અને મા કાલિના મંત્રનો વિશેષ જાપ કરો. શસ્ત્ર પૂજન પછી તમારા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ.

જયા અને વિજયા દેવીની પૂજા

દશેરાના દિવસે, દેવી દુર્ગાના જયા અને વિજયા સ્વરૂપોની પૂજા કરવાનો નિયમ છે, જે સાધકને જીવનના પડકારોને દૂર કરવા માટે આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે જયા અને વિજયાના આશીર્વાદથી સાધકને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

શસ્ત્ર પૂજનમાં આ વાતોનું ધ્યાન રાખો

દશેરા પર શસ્ત્ર પૂજા કરતી વખતે, તમારા શસ્ત્રોને ખૂબ કાળજીથી સાફ કરો. શસ્ત્ર પૂજા કરતી વખતે ખાસ કરીને નાના બાળકોને શસ્ત્રોથી દૂર રાખો. શસ્ત્ર પૂજનના દિવસે કોઈ પણ શસ્ત્ર વડે રમવાની ભૂલ ન કરવી જોઈએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">