ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ

20 માર્ચ, 2025

ગરીબીને કારણે મોંઘવારીથી જજુમી રહેલા પડોશી દેશ પાકિસ્તાન હાલમાં ખરાબ હાલતમાં છે.

આર્થિક સંકટ અને ગંભીર ગરીબીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને પહોંચી રહી છે.

ઓલ પાકિસ્તાન સરાફા જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (એપી) દ્વારા જાહેર કરાયેલા દરો અનુસાર, વૈશ્વિક સ્તરે સોનાના ભાવ $16 વધીને $3,038 પ્રતિ ઔંસ થયા, જેના કારણે સ્થાનિક ભાવમાં વધારો થયો.

પાકિસ્તાનમાં સોનાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સ્થાનિક સોનાએ બુધવારે તેની રેકોર્ડબ્રેક તેજી ચાલુ રાખી હતી અને 10 ગ્રામ અને એક તોલાનો ભાવ અનુક્રમે 273,491 રૂપિયા અને 319,000 રૂપિયા પર પહોંચી ગયો હતો.

પાકિસ્તાનમાં સોનાના ભાવમાં દરરોજ 1,415 રૂપિયા અને 1,650 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગરીબ માણસ માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે.

જો આપણે ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત વિશે વાત કરીએ, તો તે હજારોમાં હશે.

પાકિસ્તાનના 3 લાખ રૂપિયા ભારતમાં લગભગ 92 હજાર રૂપિયા બરાબર છે.

ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 90 હજાર રૂપિયાથી શરૂ થાય છે.