Surat Rain : ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીપૂર, હજારો ઘરોમાં ઘુસ્યા પાણી, જુઓ Video
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી છે. કમરૂનગર બેઠી કોલોની સહિત 1000 થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.
સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ છે. ખાડીનું લેવલ વધી જતા ગટરનું પાણી બેક મારી રહ્યાં છે.
દુકાનોમાં ખાડીના પાણી ઘુસ્યા
સુરતમાં ખાડીનું લેવલ વધતા યોગી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ધુસ્યા છે. રોડ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી થઈ છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે. ભારે વરસાદને પગલે સુરતમાં જન જીવન ખોરવાયું છે.