Viral Video : તમિલનાડુના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ દાદાએ ગાયું મોહમ્મદ રફીનું ગીત, યુઝર્સ સાંભળીને થયા મંત્રમુગ્ધ, જુઓ Video
વાયરલ થઈ રહેલા આ વીડિયોને દયાનંદ કાંબલેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યાં યૂઝર્સ વૃદ્ધાને અદ્ભુત ગીત 'પુકારતા ચલા હૂં' ગાતા જોઈને ખુશ થયા છે.
સોશિયલ મીડિયા પર એવા હજારો વીડિયો વાયરલ થતા રહે છે, કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થનાર ઘણા વીડિયો મ્યુઝિક સાથે જોડાયેલા હોય છે. જેમાં કેટલાક લોકો ગીતો ગાતા જોવા મળે છે. તો અનેક લોકો વાજિંત્ર વગાડતા નજરે પડે છે. આવો જ એક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ મોહમ્મદ રફીનું એવર ગ્રીન ગીત ગાતા જોવા મળે છે.
આ પણ વાંચો : પહાડી છોકરીએ ગાયું “આંખો કી મસ્તીમાં…” ગીત, લોકો તેનો અવાજ સાંભળીને થયા મંત્રમુગ્ધ, જુઓ Video
હાલમાં સોશિયલ મીડિયા પર ડાન્સ અને ટેલેન્ટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કેટલાક લોકો ગીતો ગાતા હોય છે તો કેટલાક લોકો પોતાનું કૌશલ્ય બતાવતા જોવા મળે છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને ગીત ગાતા જોઈને બધા યુઝર્સ દંગ થઈ ગયા છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ હાથમાં માઈક્રોફોન લઈને ખુરશી પર બેસીને મોહમ્મદ રફીનું ‘પુકરતા ચલા હૂં’ ગીત ગાતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
વૃદ્ધે ગાયું અદ્ભુત ગીત
વાયરલ થઈ રહેલા આ વીડિયોને દયાનંદ કાંબલેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યાં યૂઝર્સ વૃદ્ધાને અદ્ભુત ગીત ‘પુકારતા ચલા હૂં’ ગાતા જોઈને ખુશ થયા છે. સાથે જ વીડિયોનું કેપ્શન પણ યુઝર્સની આંખોને ભીની કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો તમિલનાડુના કોઈમ્બતુરમાં એક વૃદ્ધાશ્રમમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. જ્યાં 85 વર્ષના દાદા બોલિવૂડનું જૂનું ગીત ગાઈ રહ્યા છે.
An 85 years old person from Old Age Home at Coimbatore singing an old bollywood song… पुकारता चला हूं मैं…”. pic.twitter.com/K1plbCEWPw
— Dayanand Kamble (@dayakamPR) February 10, 2023
યુઝર્સે વીડિયોને પસંદ કર્યો
આ જ કારણ છે કે વૃદ્ધ વ્યક્તિની પ્રતિભાએ યુઝર્સના દિલ જીતી લીધા છે. બીજી તરફ દાદા વૃદ્ધાશ્રમમાં રહે છે, આ જાણીને યુઝર્સ દુખી થઈ રહ્યાં છે. હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 1686 થી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી છે. યુઝર્સે વૃદ્ધની પ્રતિભાની સતત પ્રશંસા કરી રહ્યા છે.