પહાડી છોકરીએ ગાયું “આંખો કી મસ્તીમાં…” ગીત, લોકો તેનો અવાજ સાંભળીને થયા મંત્રમુગ્ધ, જુઓ Video
સોશિયલ મીડિયા પર વાયરલ થનાર ઘણા વીડિયો મ્યુઝિક સાથે જોડાયેલા હોય છે. જેમાં કેટલાક લોકો ગીતો ગાતા જોવા મળે છે. તો અનેક લોકો વાજિંત્ર વગાડતા નજરે પડે છે. આવો જ એક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આવા હજારો વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થનાર ઘણા વીડિયો મ્યુઝિક સાથે જોડાયેલા હોય છે. જેમાં કેટલાક લોકો ગીતો ગાતા જોવા મળે છે. તો અનેક લોકો વાજિંત્ર વગાડતા નજરે પડે છે. આવો જ એક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પહાડી છોકરી હિન્દી ગીત ગાતી જોવા મળી છે.
આ પણ વાંચો : Animal Viral Video : ઓ તેરી કી…! ઢોલની ધૂન પર કૂદકા મારીને નાચવા લાગ્યો ઘોડો, જોવા વાળા જોતાં જ રહી ગયા
જો તમે સંગીત પ્રેમી છો, તો તમને આ વાયરલ વીડિયો ખૂબ જ પસંદ આવશે. આ વીડિયોમાં ગિલગિત-બાલ્ટિસ્તાનની એક છોકરીએ આશા ભોંસલેનું લોકપ્રિય ગીત ‘ઈન આંખો કી મસ્તી’ ગીત ગાતી જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ યુઝર્સેના દિલ જીતી લીધા છે.
View this post on Instagram
છોકરીનો વીડિયો થયો વાયરલ
આ પહાડી છોકરીએ ગાયેલું ગીત “ઈન આંખો કી મસ્તી” સાંભળનાર કોઈ પણ વ્યક્તિ તેના સુરીલા અવાજના પ્રેમમાં પડી શકે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર “ઓલ ગિલગિટ” નામના હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાંકડિયા વાળવાળી એક છોકરીએ હિન્દી ફિલ્મ ઉમરાવ જાનનું ગીત ગાતી જોવા મળે છે. જે આશા ભોંસલે દ્વારા ગવાયું છે. આ છોકરીનો મધુર અવાજ તમારા કાનમાં પડતાની સાથે જ તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ વાયરલ વીડિયોને 2 લાખથી વધારે લાઈક મળ્યાં છે. જ્યારે અનેક લોકોએ તેમા કોમેન્ટ કરી હતી.