VIDEO: ‘માર ડાલા’ ગીત પર છોકરાઓએ છોકરી બનીને કર્યું જોરદાર પરફોર્મન્સ, લોકોએ કહ્યું- મારા લગ્નમાં મારે આવો ડાન્સ જોઈએ છે
Viral Video : ઘણી વખત અમુક ગીતો ઝડપથી વાઈરલ થઈ જાય છે અને પછી ઈન્સ્ટાગ્રામ પર રીલનો પૂર આવી જાય છે. ત્યારે લગ્નના સંગીત સમારોહનો એક વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તાજેતરમાં એક લગ્નપ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજાના મિત્રો એક અનોખી રીતે ડાન્સ કરતા જોવા મળે છે. આ ડાન્સ જોઇને લોકોને હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે. ત્રણ યુવકોએ ‘માર ડાલા’ સોન્ગ પર ડાન્સ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ઘણી વખત અમુક ગીતો ઝડપથી વાઈરલ થઈ જાય છે અને પછી ઈન્સ્ટાગ્રામ પર રીલનો પૂર આવી જાય છે. ત્યારે લગ્નના સંગીત સમારોહનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મ્યુઝિક ફેસ્ટિવલમાં ઘણા બધા લોકો એકઠા થયા છે અને કોઈ ડાન્સ પરફોર્મન્સની રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન, ડાન્સ ફ્લોર પર ત્રણ છોકરાઓની એન્ટ્રી થાય છે, જેમણે દુપટ્ટા વડે પોતાનો ચહેરો છુપાવ્યો હતો. જોઇ શકાય છે કે આખા મોઢા પર ગ્રીન કલરનો દુપટ્ટો ઢાંકીને મ્યુઝિક સાથે એન્ટ્રી લે છે. જે પછી માધુરી દીક્ષિતનું ગીત ‘માર ડાલા’ શરુ થાય છે. આ લોકપ્રિય ગીત પર આ ત્રણેય યુવક ડાન્સ શરુ કરે છે. ત્રણ છોકરાઓએ એવું ફની પરફોર્મન્સ આપ્યું છે કે કોઈ પણ હસી શકે.
યુવકોના ડાન્સ પર્ફોમન્સનો વીડિયો અહીં જુઓ
View this post on Instagram
ત્રણેય યુવકો ‘માર ડાલા’ ગીત પર છોકરીઓની જેમ જ ડાન્સ કર્યો છે. તેમની સ્ટાઈલ પણ બિલકુલ છોકરીઓ જેવી છે. તેમની અભિવ્યક્તિ, તેમનો અભિનય એવો છે કે કોન્સર્ટમાં આવેલા મહેમાનો પણ હસવાનું બંધ કરી દે છે. આ ફની ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મોનાસિંહ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.7 મિલિયન એટલે કે 17 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 88 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ ફની રિએક્શન્સ આપ્યા છે.
કેટલાક કહી રહ્યા છે કે આ પુશ-અપ્સ ડાન્સ છે, તો કેટલાક કહી રહ્યા છે કે તેણે પોતાના પરફોર્મન્સથી છોકરીઓને પણ પાછળ છોડી દીધી છે. એ જ રીતે એક યુઝરે મજાકમાં લખ્યું છે કે ‘યહી ડાન્સ ચાહિયે મેરી શાદી મેં’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘આ છોકરાઓએ ખરેખર માર્યા’.