Viral Video: પાણી પર બિંદાસ ચાલતો દેખાયો કૂતરો, વીડિયો જોઈ લોકોએ કહ્યું – આ તો જાદૂ છે!
હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કૂતરાની એક નાદાન હરકતને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
Shocking Video: તમે સોશિયલ મીડિયા પર કૂતરાના ઘણા વીડિયો જોયા હશે. જ્યાં કેટલાક કૂતરા એટલા ચપળ હોય છે કે તેઓ મિલિટ્રી કે પોલીસમાં ભરતી થવાની ટ્રેનિંગ પણ લે છે. કેટલાક કૂતરા એવા છે જેમના માલિક તેમને વાયરલ કરવામાં કોઈ કસર છોડતા નથી, તેથી જ્યારે તેમના વીડિયો ઈન્ટરનેટ પર આવે છે, ત્યારે લોકો તેમને જોતા જ રહે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કૂતરાની એક નાદાન હરકતને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાંજનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એક વિશાળ દરિયો દેખાઈ રહ્યો છે. સાંજે દેખાતા કુદરતી રંગોને કારણે નજારો અદ્દભુત દેખાઈ રહ્યો છે. આ નજારા વચ્ચે એક કૂતરો સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. સામાન્ય રીતે કૂતરાઓ પાણીથી દૂર રહે છે પણ આ કૂતરો તેના પર બિંદાસ ચાલી રહ્યો છે. પાણી પર ચાલતા કૂતરાને પાણીથી કોઈ અવ્યવસ્થા નથી થઈ રહી. તે જેમ રસ્તા પર ચાલે છે તેમ જ તે પાણી પર બિંદાસ ચાલી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Perfect.. 😊 pic.twitter.com/qyHDYkHXL7
— Buitengebieden (@buitengebieden) September 5, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા ટ્વિટર પર @buitengebieden નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લાખોમાં વ્યૂઝ આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને કૂતરાપ્રેમીઓને દ્વારા આ વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, આ વર્ષે જોયેલો આ સૌથી બેસ્ટ વીડિયો છે.