Video Viral: 4 હજારમાં ખરીદેલી ખુરશી નિકળી ઐતિહાસિક, ઓક્શનમાં વેચાતા મળ્યા લાખો રુપિયા!
એક વ્યક્તિએ 4 હજાર રૂપિયામાં જૂની ખુરશી ખરીદી. બાદમાં વ્યક્તિને ખબર પડી કે આ એક ઐતિહાસિક ખુરશી છે, જેની કિંમત લાખોમાં છે. વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.
ભાગ્ય ક્યારે કોનો સાથ આપશે, કશું કહી શકાતું નથી. આવનારા દિવસોમાં ઘણી વખત આવી વસ્તુ સામે આવે છે, જેને આપણે મામૂલી માનીએ છીએ, પરંતુ પછી ખબર પડે છે કે તે ખૂબ જ ખાસ છે. તાજેતરમાં એક વ્યક્તિ સાથે આવું જ કંઈક થયું. વાસ્તવમાં મામલો એવો બન્યો કે એક વ્યક્તિએ 4 હજાર રૂપિયામાં જૂની ખુરશી ખરીદી. બાદમાં વ્યક્તિને ખબર પડી કે આ એક ઐતિહાસિક ખુરશી છે, જેની કિંમત લાખોમાં છે. વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.
એક અહેવાલ અનુસાર, અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા જસ્ટિન મિલરે પણ બજારમાંથી પોતાના માટે એક ખુરશી ખરીદી હતી. હકીકતમાં, તેણે ફેસબુક માર્કેટિંગ કોમ્યુનિટી પર ઓનલાઈન ખુરશી જોઈ હતી. આ ખુરશી ચામડાની હતી, જે જસ્ટિનને પસંદ હતી. ત્યારે ખુરશી તેની એટલી ગમી કે તેણે થોડો પણ સમય બગાડ્યા વગર તેણે તે ખુરશી મંગાવી દીધી.
View this post on Instagram
ખુરશીનો ઓર્ડર આપ્યા બાદ જ્યારે ખુરશી તેના ઘરે આવી ત્યારે જસ્ટીને કહ્યું કે તે એ ખુરશી બિલકુલ ના ગમી અને ખૂબ જ ખરાબ લાગી હતી કારણ કે તે ખુરશી વિચિત્ર રીતે ડિઝાઈન કરવામાં આવી હતી જે ઓનલાઈન જેટલી સારી દેખાતી હતી તેટલી રિયલમાં નહી. ત્યારે તેણે તે ખુરશીને વેચવાનું મન બનાવી લીધુ. જો કે ખુરશીની આવી વિચિત્ર અને અલગ ડિઝાઈનને કારણે જસ્ટિનને લાગ્યું કે તે એન્ટિક હોવી જોઈએ.
આથી તેણે માત્ર ખુરશીની વાસ્તવિક કિંમત જાણવા માટે પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથેબીનો સંપર્ક કર્યો. ત્યારે ઓક્સન ગૃહે પુષ્ટિ કરી છે કે તેની પાસે જે ખુરશી છે તે ખરેખર એક ઐતિહાસિક ખુરશી છે. આ ખુરશી ડેનિશ ફર્નિચર ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવેલી 50 ડિઝાઈનમાંથી એક છે. ચામડાને જોયા બાદ તેની મૂળ કિંમત 22 લાખ રૂપિયા આકવામાં આવી હતી. પરંતુ ઓક્સનમાં મુકતા તે આખરે 80 લાખમાં વેચાઈ હતી.
જો કે, જસ્ટિનને આશા હતી કે આ ખુરશી માત્ર 50 લાખ રૂપિયામાં વેચાશે. પરંતુ તેને 80 લાખ રૂપિયામાં વેચાતા યુવક ચોંકી ગયો હતો. જસ્ટિનને આ ડીલ ખૂબ સારી લાગી રહી છે. જસ્ટિને કહ્યું- હું નસીબદાર છું કે મને આ ખુરશી મળી. આ ડીલમાં મને લાખોનો ફાયદો થયો છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો