કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ?

09 જાન્યુઆરી, 2025

તમે જોયું હશે કે ટીવી, ફ્રિજ કે વોશિંગ મશીનના ખાખી રંગના બોક્સમાં ડિલિવર કરવામાં આવે છે.

આ ખાખી રંગના બોક્સને કાર્ડબોર્ડ બોક્સ અથવા કાર્ટન બોક્સ પણ કહેવામાં આવે છે.

શું તમે ક્યારેય આ કાર્ડબોર્ડ બોક્સ પર છત્રીના નિશાન પર ધ્યાન આપ્યું છે?

જો તમને આ છત્રી પ્રતીકનો અર્થ ખબર નથી, તો તમને ચોક્કસ નુકસાન થશે.

તમને વિચાર આવતો હશે આ નિશાન શા માટે બનાવવામાં આવ્યું છે અને તેનો અર્થ શું છે

વાસ્તવમાં, કાર્ડ બોક્સ પર ઘણા બધા ચિહ્નો છે, જે બધાનો કોઈને કોઈ અર્થ હોય છે.

કાર્ડ બોક્સ પર છત્રીનું પ્રતીક 'સૂકું રાખો' સંદેશ આપે છે.

છત્રીનો હેતુ બોક્સની અંદર પેક કરેલી વસ્તુઓને ભીની થવાથી બચાવવાનો છે જેથી તેને નુકસાન ન થાય.

કાર્ડબોક્સ પરના નિશાન ડિલિવરી બોયથી લઈને ગ્રાહકો સુધી બધાને સતર્ક કરવા માટે બનાવવામાં આવ્યા છે.