Camel bike ride video : હે ભગવાન! આ જોઈને તો AI ને પણ પરસેવો છૂટ્યો, ઊંટને કરાવી બાઇક સવારી, જુઓ વીડિયો

Camel bike ride video : આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને બીજો વ્યક્તિ પાછળ બેઠો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમની વચ્ચે એક ઊંટ પણ બેઠો છે, જેને જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

Camel bike ride video : હે ભગવાન! આ જોઈને તો AI ને પણ પરસેવો છૂટ્યો, ઊંટને કરાવી બાઇક સવારી, જુઓ વીડિયો
men carry camel on motorcycle
Follow Us:
| Updated on: Dec 07, 2024 | 2:14 PM

ઈન્ટરનેટની દુનિયા ખૂબ જ વિચિત્ર છે તમે કહી શકતા નથી કે અહીં ક્યારે અને શું જોવા મળશે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઊંટ સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. તમે ઊંટને લગતી કહેવત તો સાંભળી જ હશે. અબ આયા ઊંટ પહાડ કે નીચે. હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોમાં ઊંટ પહાડની નીચે દેખાતો નથી, પરંતુ તે ચોક્કસપણે બાઇકમાં વચ્ચે બેઠેલો જોવા મળે છે.

આ ચોંકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને બીજો વ્યક્તિ પાછળ બેઠો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમની વચ્ચે એક ઊંટ પણ બેઠો છે, જેને જોઈને આસપાસના લોકો પણ ચોંકી ગયા છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ઊંટ બાઇક પર બેઠો છે

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઊંટને બાંધીને બાઇક પર બીચ પર બેસાડવામાં આવ્યો છે. ઊંટને આ રીતે બાંધેલા જોઈને કેટલાક લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને બાઇક સવારોને ફટકાર પણ લગાવી રહ્યા છે. કેટલાક લોકોને આ દ્રશ્ય જોઈને ખૂબ મજા પણ આવી રહી છે. હાલ તો હજુ સુધી તે જાણી શકાયું નથી, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની માહિતી મળી નથી, પરંતુ આ વીડિયો અંધાધૂંધ વાયરલ થઈ રહ્યો છે.

અહીં વીડિયો જુઓ….

(Credit Source : @MeenaRamesh91)

વીડિયો જોઈને લોકો અચંબામાં પડી ગયા હતા

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @MeenaRamesh91 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 16 સેકન્ડના વાયરલ થયેલા આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે, જ્યારે પોસ્ટને છસોથી વધુ લોકોએ લાઈક કરી છે. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, ‘ઉંટને બાઇક પર જ બેસવા માટે બનાવવામાં આવ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આજે મેં પહેલીવાર બાઇક પર ઊંટને બેઠેલા જોયા છે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘યાર, લોકો શું કરે છે?’ ચોથા યુઝરે લખ્યું, ‘આ ઊંટને આ રીતે મોટરસાઇકલ સાથે બાંધવું એ ઊંટ પ્રત્યે ક્રૂરતા છે.’ ચોથા યુઝરે લખ્યું, ‘પ્રાણીઓને આ રીતે હેરાન ન કરવા જોઈએ.’

(નોંધ : આ વીડિયો અહીંયા મનોરંજન પૂરતો છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી. આ રીતે પ્રાણીને હેરાન કરવા ગુનો છે.)

g clip-path="url(#clip0_868_265)">