અરે બાપરે, અંધારા ખૂણામાં છુપાયો હતો ચોર, મહિલાએ તેને જોયો, પછી થયું કંઈક આવું, જુઓ Video
સીસીટીવીમાં કેદ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે આ હુમલો કરનાર ચોર એક અંધારા ખૂણામાં છુપાયેલો હતો, ત્યારે જ મહિલાની નજર તેના પર પડે છે. પછી આ ચોર લોખંડના સળિયાથી મહિલા પર હુમલો કરે છે. જુઓ પછી શું થયું.
તેલંગાણામાં એક બહાદુર મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાને ચોરથી બચાવતી જોવા મળી રહી છે. આ રાજન્ના સરસિલ્લા જિલ્લાના વેમુલવાડા શહેરની છે, જે ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં મહિલા અને હુમલો કરનાર ચોરવચ્ચે થયેલી આક્રમક બાથાબાથી જોઇ શકાય છે.
સીસીટીવીમાં કેદ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ હુમલાખોર ચોર અંધારા ખૂણામાં છુપાયેલો હતો, ત્યારે જ મહિલાની નજર તેના પર પડે છે. પછી આ ચોર લોખંડના સળિયાથી મહિલા પર હુમલો કરે છે, પરંતુ મહિલા બહાદુરીથી તેનો સામનો કરે છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે અને પછી ચોર ભાગી જાય છે. હવે પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
A woman fights with an armed #robber bravely and tries to foil the #theft attempt. The woman is being attacked by the robber #robbery in #Vemulawada of Rajanna #Sircilla dist. #Telangana #BraveWoman pic.twitter.com/1YGRAm3IPu
— jeevan (@jeevan13470725) August 14, 2023
વાયરલ વીડિયોમાં ક્લિપની શરૂઆત માંજ, મહિલા તેના પાલતુ કૂતરા ભસતાં ચિંતાથી આસપાસ જુએ છે. તે અંધારામાં એક માણસને જુએ છે જેણે તેના ચહેરા પર માસ્ક અને તેના માથા પર ટોપી પહેરેલી હતી. આ સમયે તે મહિલા પર લોખંડના સળિયા વડે હુમલો કરે છે. કારણ કે સ્ત્રી પહેલેથી જ તેને જોતી હોય છે. તેણી પોતાને હુમલાથી બચાવે છે અને ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે. પરંતુ હુમલો કરનાર ચોર મહિલાની નજીક પહોંચી જાય છે. દરમિયાન મહિલાએ પડદો પકડીને ખેંચતા જ પડદો નીચે પડી ગયો હતો.
આ પણ વાંચો : Shocking Viral video : વ્યક્તિએ પકડ્યો આટલો મોટો અજગર, લોકો કહ્યું- સંભાળીને ભાઈ
પોલીસ સીસીટીવી ફૂટેજની કરી રહી છે તપાસ, ચોરને જલ્દી પકડી લેવાનો દાવો
આ દરમિયાન, મહિલા પાડોશીઓની મદદ માટે ચીસો પાડે છે. ત્યારબાદ હુમલાખોર તેનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કરે છે. બંને વચ્ચે હાથાપાઇ ચાલી રહી છે. વેમુલાવાડાના પોલીસ સર્કલ ઈન્સ્પેક્ટર કરુણાકરે જણાવ્યું કે હુમલાખોરની ઓળખ માટે આ ફૂટેજની સાથે અન્ય સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ મહિલા એક નાની કરિયાણાની દુકાન ચલાવે છે અને તે આ ઘરમાં એકલી રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચોર 7 ગ્રામ વજનની સોનાની ચેઈન લઈને ભાગી ગયો હતો. પોલીસનું કહેવું છે કે આ ચોર બહુ જલ્દી પકડાઈ જશે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો