Har Ghar Tiranga : PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું DP બદલ્યું, લોકોને પણ કરી આ ખાસ અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)એ પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડાપ્રધાને તિરંગા સાથેની ડીપી લગાવી છે. પીએમએ દેશના લોકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી હતી.
Har Ghar Tiranga: ‘હર ઘર તિરંગા અભિયાન ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા અભિયાનને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે તેમના ડીપીને ચેન્જ કરી છે. તિરંગા અભિયાન (Har Ghar Tiranga)માં દેશને પ્રેરણા આપતા પીએમએ પોતાની પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગો લગાવ્યો છે. તેણે X, Facebook અને Instagram પર પોતાનું DP ચેન્જ કર્યું છે.
નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધે તે માટે આજથી દરેક ઘરે ત્રિરંગા અભિયાન શરૂ થશે.
આ પણ વાંચો : Breaking News: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડોક્ટરોએ જેનરિક દવાઓ લખવી જરૂરી, નિયમોના ઉલ્લંઘન પર લાયસન્સ થશે સસ્પેન્ડ
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરીને આ અભિયાનમાં ભાગ લઈ શકે છે. મંત્રાલયે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકભાગીદારીના સાર સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે. આ પહેલ હેઠળ, પોસ્ટ વિભાગને રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે.
In the spirit of the #HarGharTiranga movement, let us change the DP of our social media accounts and extend support to this unique effort which will deepen the bond between our beloved country and us.
— Narendra Modi (@narendramodi) August 13, 2023
કરોડો ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે
સાંસ્કૃતિક સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, રાજ્યોમાં સ્વ-સહાય જૂથો દ્વારા પણ કરોડો ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે, જે ધ્વજમાં આત્મનિર્ભરતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લોકોને ઘરે ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.
વડાપ્રધાને મન કી બાતમાં કરી અપીલ
હાલમાં પોતાના મનકી બાતમાં પીએમ મોદીએ હર ધર તિરંગા પરંપરાને ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ અભિયાનને ગત્ત વર્ષ શાનદાર સફળતા મળી છે. પોસ્ટ વિભાગની ઈ-પોસ્ટઓફિસ સુવિધા દ્વારા પણ લોકો રાષ્ટ્રધ્વજ ખરીદી શકે છે. મંત્રાલયે કહ્યું કે, આ અભિયાન લોકોના દિલમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે શરુ કર્યું છે.
આ અભિયાન 2022માં પણ સફળ રહ્યું જ્યાં 23 કરોડ પરિવારના લોકોએ પોતાના ઘરે ત્રિરંગા ફરકાવ્યો હતો અને 6 કરોડ લોકોએ હર ઘર તિરંગા વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરી હતી.