ફ્રિઝમાં દારૂની બોટલ જોઈ ખિલી ઉઠ્યો ટેણિયાનો ચહેરો, લોકોએ કહ્યું ‘પાપા પર ગયો લાગે છે’
લોકો ન માત્ર આ વીડિયો જુએ છે પરંતુ તેમના મિત્રો સાથે શેર પણ કરે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક ટેણિયાનો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી લોકો હસીને લોટપોટ થઈ રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોને લગતા ઘણા ફની વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો એવા હોય છે, જેમાં નાના બળકો ખુબ મસ્તી કરતા હોય છે ત્યારે લોકોને આ ફની વીડિયો ખુબ પસંદ આવતા હોય છે લોકો ન માત્ર આ વીડિયો જુએ છે, પરંતુ તેમના મિત્રો સાથે શેર પણ કરે છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક ટેણિયાનો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી લોકો હસીને લોટપોટ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ટેણિયો એક ખુલ્લા ફ્રિઝ પાસે ઉભો જોવા મળે છે, જેમાં ફ્રિઝમાં દારૂની બોટલ રાખવામાં આવી છે. ત્યારે આ ટેણિયો તે બોટલને જોઈ ખુબ ખુશ થઈ રહ્યો છે જાણે તે કોઈ દારૂનો બંધાણી હોય. પરંતુ નવાઈની વાત એ છે કે આટલા નાના બાળકને દારૂની બોટલ વિશે ખબર છે અને તે તેને સ્પર્શ પણ કરે છે.
જેમ કે બધા લોકો જાણે છે કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ન પીવો જોઈએ. ત્યારે આ વીડિયો વિદેશનો હોય તેવુ લાગી રહ્યું છે. આજકાલ બાળકો પણ ખુબ સ્માર્ટ બની ગયા છે. તેમને લગતા વીડિયો પણ ઘણા વાયરલ થાય છે. જેમાં તેઓ ગજબ ટેલેન્ટ બતાવતા જોવા મળતા હોય છે. હાલ વાયરલ થઈ રહેલ આ ફની વીડિયો સોશિયલ મીડિયાના ટ્વિટર પર @Gulzar_sahab નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે.
આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે દારૂ જોયા બાદ ચહેરાની ચમક જોઈ રહ્યા છો. માત્ર 24 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે ત્યારે લોક વીડિયોને લાઈક કરી રહ્યા છે અને વિવિધ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
दारु को देखने के बाद चेहरे की मुस्कान देख रहे हो 🥂😂 pic.twitter.com/Qm4lYN520T
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 4, 2022
યુઝર્સ દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સ પર નજર કરીએ તો એક યુઝરે લખ્યુ છે કે પાપાના સંસ્કાર છે બાળકમાં, તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે આજે તો બલ્લે બલ્લે થઈ ગઈ. ત્યારે સજાઈ રહ્યુ નથી કે કઈ બ્રાન્ટ્સથી શરૂ કરૂ. એકંદરે લોકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો છે અને લોકો આ ફની વીડિયો જોઈ તેમના મિત્રોને પણ શેર કરી રહ્યા છે.