સમગ્ર વિશ્વમાં એઆઈના ટુંકા નામે ઓળખાતા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સે ધૂમ મચાવી છે. આ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ થકી તમે ઈચ્છો તેવુ ઓડિયો વીડિયો માધ્યમમાં શક્ય કરી બતાવે છે. આની એક પ્રકારે ખૂબી છે તો બીજી તરફ ખામી પણ છે. પરંતુ હાલમાં તો આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ થકી બનેલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં વિશ્વના અનેક જાણીતા લોકો, ફેશન શોના રેમ્પ પર ચાલતા દેખાય છે.
સોશિયલ મીડિયા ઉપર વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ અને ટેકનોક્રેટ એલન મસ્કે, પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયોમાં એલન મસ્ક પણ નવા પોશાકમાં ફેશન પરેડમાં ભાગ લેતા વીડિયોમાં દેખાય છે. તો વીડિયોની શરૂઆત પોપના આગમન સાથે થાય છે. વિશ્વના અનેક ક્ષેત્રના જાણીતા લોકોનો આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સે ફેશન પરેડ દરમિયાન રેમ્પ પર ચાલતા દર્શાવ્યા છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટપતિ જો બાઈડન, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ, બરાક ઓબામા ઉપરાંત હિલેરી ક્લિન્ટન અને કમલા હેરીસનો પણ સમાવેશ થાય છે.
એલન મસ્કે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, તે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલ છે. આ વીડિયોમાં વિશ્વના તમામ જાણીતા લોકોને ફેશન પરેડ કરતા રેમ્પ પર જોવા મળે છે. જુઓ એલન મસ્કે ટ્વિટ કરેલ વીડિયો….
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ, કોરિયાના કિમ જોંગ, જસ્ટીન ટ્રુડો, માઈક્રોસોફ્ટ, એપલ કંપનીના વડા સહિતના અગ્રણીઓ ફેશન શો દરમિયાન રેમ્પ પર ચાલતો હોવાનો વીડિયો આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ થકી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો એક મીનિટને 23 સેકન્ડનો છે. જે વીડિયો ટ્વિટરના માલિક એલન મસ્કે, પોતાના ટ્વિટર એકાઉન્ટથી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જ્યારે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં, આ વીડિયોને 462k લાઈક મળી છે. 71k રિટ્વિટ કરાયેલ છે. 14k કોમેન્ટ કરાયેલ છે અને 48 મિલિયન લોકોએ વીડિયો જોયો છે.