AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈશાન કિશને રચ્યો ‘ઈતિહાસ’, 3 ચોગ્ગા ફટકારીને તોડ્યો રિઝવાન-સૂર્યાનો રેકોર્ડ

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ટી20 સિરીઝની છેલ્લી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી પરંતુ આ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશને એક ઈતિહાસ રચી દીધો છે. માત્ર 10 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમીને કિશને મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Breaking News: ઈશાન કિશને રચ્યો 'ઈતિહાસ', 3 ચોગ્ગા ફટકારીને તોડ્યો રિઝવાન-સૂર્યાનો રેકોર્ડ
| Updated on: Oct 18, 2026 | 5:25 PM
Share

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ રદ થઈ ગઈ હતી પરંતુ ઈશાન કિશને પોતાની 30 રનની ઈનિંગ દરમિયાન નવો ઈતિહાસ રચી દીધો.

તેણે આ 30 રન 10 બોલમાં બનાવ્યા અને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. કિશને પોતાની આ ઈનિંગ દરમિયાન 2 છગ્ગા અને 3 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની સાથે જ તેણે મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો.

T20I માં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટ્સમેન

વેસ્ટઈન્ડિઝ સામેની છેલ્લી ટી20 મેચમાં ઈશાન કિશને 3 શાનદાર ચોગ્ગા ફટકાર્યા અને આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફુલ-મેમ્બર ટીમો વચ્ચે એક વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે.

તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો છે, જેણે વર્ષ 2021માં કુલ 119 ચોગ્ગા ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કિશને વર્ષ 2026માં અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 122 ચોગ્ગા ફટકારીને મોહમ્મદ રિઝવાનનો 5 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મામલે ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ વર્ષ 2025માં 109 ચોગ્ગા સાથે ત્રીજા નંબરે છે.

ચોથા નંબરે ભારતનો સૂર્યકુમાર યાદવ છે, તેણે વર્ષ 2022માં 106 ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાનનો બાબર આઝમ વર્ષ 2021માં 99 ચોગ્ગા ફટકારીને પાંચમા સ્થાને છે.

T20I માં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-5 બેટ્સમેન (ફુલ મેમ્બર ટીમ)

  1. 122 ચોગ્ગા- ઈશાન કિશન (2026)
  2. 119 ચોગ્ગા- મોહમ્મદ રિઝવાન (2021)
  3. 109 ચોગ્ગા- બ્રાયન બેનેટ (2025)
  4. 106 ચોગ્ગા- સૂર્યકુમાર યાદવ (2022)
  5. 99 ચોગ્ગા- બાબર આઝમ (2021)

ઈશાન કિશને સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો

આ ઈનિંગ દરમિયાન ઈશાન કિશને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે વર્ષ 2022માં 174 બાઉન્ડ્રી ફટકારી હતી.

ઈશાન વર્ષ 2026માં અત્યાર સુધી 34 મેચોમાં 177 બાઉન્ડ્રી (122 ચોગ્ગા અને 55 છગ્ગા) ફટકારીને આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં અભિષેક શર્મા 162 બાઉન્ડ્રી સાથે ત્રીજા સ્થાને છે.

T20I માં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર પ્લેયર્સ (ફુલ મેમ્બર)

  1. 177 – ઈશાન કિશન (2026)
  2. 174 – સૂર્યકુમાર યાદવ (2022)
  3. 162 – અભિષેક શર્મા (2026)
  4. 161 – મોહમ્મદ રિઝવાન (2021)
  5. 139 – અભિષેક શર્મા (2025)

ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારે 15ને બદલે કેમ પહેરી 78 નંબરની જર્સી? કારણ જાણીને તમને થશે ગર્વ

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">