AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs WI: વેસ્ટ ઈન્ડિઝની જીતથી ભારતને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાની છલાંગ

બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મીરપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમે આઠ વિકેટથી શાનદાર જીત મેળવી. આ જીતથી વેસ્ટ ઈન્ડિઝને શ્રેણીમાં લીડ મળી, પરંતુ તેની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો. બાંગ્લાદેશની હારનો સીધો ફાયદો ભારતીય ટીમને થયો છે.

BAN vs WI: વેસ્ટ ઈન્ડિઝની જીતથી ભારતને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાની છલાંગ
South AfricaImage Credit source: X
| Updated on: Oct 31, 2026 | 9:06 PM
Share

મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું. મેચના ચોથા દિવસે જ મહેમાન ટીમે જીત મેળવીને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં લીડ મેળવી લીધી. બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 27 રનની સરસાઈ મેળવી હતી, પરંતુ બીજી ઇનિંગમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. આ હારથી યજમાન ટીમને શ્રેણીમાં મોટો ફટકો પડ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝની જીતમાં સ્પિનર જોમેલ વોરિકને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગમાં પણ ચાર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. તેની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 170 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફેરફાર

170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર બ્રાન્ડન કિંગ અને જોન કેમ્પબેલે પ્રથમ વિકેટ માટે 112 રનની ભાગીદારી નોંધાવીને જીતનો પાયો નાખ્યો હતો. કેમ્પબેલે 49 રન બનાવ્યા હતા, જ્યારે બ્રાન્ડન કિંગે અણનમ 81 રનની ઇનિંગ રમી હતી. બંનેની શાનદાર બેટિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝે માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

વેસ્ટ ઈન્ડિઝની જીત, ભારતને ફાયદો

વેસ્ટ ઈન્ડિઝની આ જીતની અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર પણ જોવા મળી છે. જીતના કારણે વેસ્ટ ઈન્ડિઝને 12 પોઈન્ટ મળ્યા છે અને ટીમ 26.92ના PCT સાથે નવ ટીમોમાં આઠમા સ્થાને છે. બીજી તરફ, બાંગ્લાદેશની હારને કારણે તેના PCTમાં ઘટાડો થયો છે. અગાઉ ભારતથી આગળ રહેલી બાંગ્લાદેશની ટીમ હવે 47.62ના PCT સાથે પાંચમા સ્થાને આવી ગઈ છે. જ્યારે ભારતીય ટીમ 51.52ના PCT સાથે એક સ્થાન આગળ વધીને ચોથા ક્રમે પહોંચી ગઈ છે. આમ, વેસ્ટ ઈન્ડિઝની જીતથી તેને શ્રેણીમાં લીડ મળી છે, તો ભારતીય ટીમને પણ WTC પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે.

SA vs AUS: WTC ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવી ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી

Follow Us
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
g clip-path="url(#clip0_868_265)">