Breaking News : નમન ધીરે 400 ના સ્ટ્રાઇક રેટથી રચ્યો ઇતિહાસ, તોડ્યા આ દિગ્ગજોના રેકોર્ડ !
વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝની છેલ્લી મેચમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરે તોફાની બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે માત્ર 6 બોલમાં 24 રન કર્યા હતા. તે નોટઆઉટ રહ્યો હતો. સાથે જ નમન ધીરે અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી T20 મેચ વરસાદને કારણે રદ થઈ હતી. આ સાથે સિરીઝ 2-2 થી બરાબર . જોકે આ મેચ નમન ધીર માટે યાદગાર બની હતી. (Image Source | PTI)

વરસાદને કારણે મેચ 9-9 ઓવરની કરવામાં આવી હતી. આ ટૂંકી મેચમાં નમન ધીરે માત્ર 6 બોલનો સામનો કરીને 24 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ હતો. તેણે 400 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. (Image Source | PTI)

સાતમી ઓવરમાં કેપ્ટન શ્રેયસ અય્યર આઉટ થયો. ત્યારબાદ નમન ધીર ક્રીઝ પર આવ્યો હતો. તેણે પહેલી જ બોલથી આક્રમક બેટિંગ શરૂ કરી હતી. ઇનિંગની શરૂઆતની ત્રણ બોલમાં જ તેણે 16 રન કર્યા હતા. (Image Source | PTI)

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય બેટર દ્વારા પોતાની ઇનિંગની પહેલી ત્રણ બોલમાં બનાવેલા આ સંયુક્ત રીતે સૌથી વધુ રન છે. વર્ષ 2018 માં દિનેશ કાર્તિકે બાંગ્લાદેશ સામે પણ પોતાની ઇનિંગની પ્રથમ ત્રણ બોલમાં 16 રન બનાવ્યા હતા. (Image Source | PTI)

ઓછામાં ઓછા 5 બોલ રમ્યા બાદ સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે ઇનિંગ પૂરી કરનારા ભારતીય બેટરોમાં નમન ધીર હવે ટોચ પર પહોંચ્યો છે. તેણે 400 ના સ્ટ્રાઇક રેટ સાથે ઇનિંગ પૂરી કરીને યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિકના 362.5 ના સ્ટ્રાઇક રેટના રેકોર્ડને પાછળ છોડ્યો છે. (Image Source | PTI)

યુવરાજ સિંહે 2007 ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 16 બોલમાં 58 રન બનાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે 2018લ ની નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 8 બોલમાં અણનમ 29 રન કર્યા હતા. બંનેનો સ્ટ્રાઇક રેટ 362.5 હતો. (Image Source | PTI)

જોકે, બે કે તેથી વધુ બોલ રમનારા ભારતીય બેટરોમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ દિનેશ કાર્તિકના નામે છે. તેણે 2022 માં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 2 બોલમાં 10 રન બનાવીને 500 નો સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો હતો. આ રીતે, વરસાદને કારણે મેચ ભલે રદ થઈ હોય, પરંતુ નમન ધીરની છ બોલની તોફાની ઇનિંગે તેને ક્રિકેટ જગતમાં નવી ઓળખ અપાવી છે. (Image Source | PTI)
આ પણ વાંચો, Breaking News : સીરિઝ ડ્રો રહી, પરંતુ બેટિંગ રેકોર્ડ તૂટી ગયો, ભારત અને વેસ્ટ ઈન્ડિઝે સાથે મળી સિક્સનો વરસાદ કર્યો
