યુજીસી નેટ
યુજીસી નેટ પરીક્ષા એ આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ માટેની યોગ્યતા પરીક્ષા છે. આ પરીક્ષાનું આયોજન દર વર્ષે બે વાર કરવામાં આવે છે. પરીક્ષાનું પ્રથમ સત્ર જૂનમાં અને બીજું સત્ર ડિસેમ્બરમાં લેવામાં આવે છે.
પરીક્ષાનું આયોજન નેશનલ એક્ઝામ એજન્સી દ્વારા કરવામાં આવે છે. બંને સત્રોની પરીક્ષામાં લાખો ઉમેદવારો હાજર રહે છે. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વગેરેનું શેડ્યૂલ NTAએ જાહેર કરે છે.
નેશનલ લેવલે કુલ 83 વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.