AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush-Mrunal thakur Dating : ધનુષ સાથે ડેટિંગ રુમર્સ વચ્ચે મૃણાલ ઠાકુરનું સ્ટેટમેન્ટ , નજર લાગે છે

સાઉથથી લઈ બોલિવુડમાં એક્ટિંગમાં ધમાલ મચાવી ચૂકેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં આવી છે. ધનુષ સાથે ડેટિંગની ચર્ચાઓ થઈ રહી છે. તે દરમિયાન તેનું એક સ્ટેટમેન્ટ પણ ખુબ વાયરલ થઈ રહ્યું છે. જાણો તો મૃણાલે શું કહ્યું.

Dhanush-Mrunal thakur Dating : ધનુષ સાથે ડેટિંગ રુમર્સ વચ્ચે મૃણાલ ઠાકુરનું સ્ટેટમેન્ટ , નજર લાગે છે
| Updated on: Aug 06, 2025 | 2:24 PM
Share

સિનેમા જગતમાં સેલિબ્રિટિના ડેટિંગ અને લગ્નની ચર્ચા હંમેશા સોશિયલ મીડિયા પર થતી રહેતી હોય છે.સ્ટાર્સના લિંકઅપ અને અફેર વિશે ચર્ચા કોઈ મોટી વાત નથી. કેટલીક વખત આ ચર્ચાઓમાં કેટલીક અફવા સાચી પણ થાય છે. તો કેટલીક માત્ર રુમર્ડ રહી જાય છે. હવે આ લિસ્ટમાં મૃણાલ ઠાકુરનું નામ પણ સામેલ છે. તે પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે.

એવી ચર્ચા થઈ રહી છે કે, મૃણાલ ઠાકુર અને ધનુષ એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ આ વિશે બંન્નેમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી. માત્ર ચર્ચાઓ થઈ રહી છે કે, બંન્ને રિલેશનશિપમાં છે. આ વચ્ચે અભિનેત્રીનું એક સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. જેમાં તે ચોરી છુપાવવાની વાત કહી રહી છે. તો ચાલો જાણીએ શું કહ્યું મૃણાલે.

નજર લાગે છે

મૃણાલ ઠાકુરે ડેટિંગ રુમર્સ વચ્ચે એક સોશિયલ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોતાના કરિયરને લઈ ખુબ સમજી વિચારીને નિર્ણય લેવામાં વિશ્વાસ રાખે છે. અભિનેત્રીએ જણાવ્યું કે, વધારે જાણકારી શેર કરવામાં સાવધાની કેમ રાખે છે. મૃણાલ ઠાકુરે કહ્યું કે, હજુ તેના કરિયરમાં ઘણું બધું કરવાનું બાકી છે. કેટલાક એવા કામ છે. જેના પર તેમણે અત્યારસુધી કામ કર્યું નથી. પરંતુ આ વસ્તુઓ વિશે ત્યારે વાત કરશે. જ્યારે તે રિયલમાં કરશે.મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, તે એ વસ્તુઓ પર વાત કરી તેને ખરાબ કરવા માંગતી નથી. તે નજર પર ખુબ વિશ્વાસ રાખે છે અને તેમણે કહ્યું ખુબ નજર લાગે છે.

કઈ રીતે ડેટિંગ રુમર્સની ચર્ચા શરુ થઈ?

આ સાથે જો મૃણાલ ઠાકુરના ડેટિંગ રુમર્સની આપણે વાત કરીએ તો ત્યારથી ચર્ચાઓ થઈ હતી. જ્યારે અભિનેત્રી 1 ઓગસ્ટના રોજ પોતાના જન્મદિવસ પર ધનુષ સાથે જોવા મળી હતી. આ સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેની સાથે ધનુષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રીએ ધનુષનો હાથ પકડ્યો છે. બંન્ને વાતચીત કરતા જોવા મળ્યા હતા. મૃણાલ કો-એક્ટરના કાનમાં વાતો પણ કરી રહી છે. આ સિવાય મૃણાલ અને ધનુષની ડેટિંગની અફવા ત્યારથી શરુ થઈ જ્યારે ધનુષને અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર-2ની સ્ક્રીનિંગમાં મૃણાલ ઠાકુર સાથે જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અભિનેતા ધનુષ સાઉથ સુપરસ્ટાર છે. 2002માં તેમણે રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. 18 વર્ષ પછી 2024માં બંન્નેએ છૂટાછેડા લીધા હતા. આ લગ્નથી તે 2 બાળકોનો પિતા પણ છે.

ટીવી સ્ટાર આજે બની ગઈ છે બોલિવુડની હિટ અભિનેત્રી, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">