આર માધવન

આર માધવન

બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ રંગનાથન માધવન (જન્મ-1 જૂન 1970) એક ઈન્ડિયન, લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે, જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ જમશેદપુરમાં થયો હતો. તેઓ એક તમિલ બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવે છે. માધવને તેનું શાળાકીય શિક્ષણ જમશેદપુરની ડીબીએમએસ અંગ્રેજી શાળામાંથી કર્યું છે.

એક્ટરે પોતાના કરિયર દરમિયાન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 04 સાઉથ ફિલ્મફેર પુરસ્કારો અને 02 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. હાલમાં તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) પૂણેના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.

માધવને મણિરત્નમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ અલાઈ પીયુથે (2000)માં અભિનય કરીને તમિલ સિનેમામાં ઓળખ મેળવી હતી. તેમની હિન્દી મુવી 3 ઈડિયટ્સથી વધારે ઓળખ મળી હતી. તેની એક્ટિંગ કરિયર ઉપરાંત માધવને તેની પોતાની ફિલ્મોમાં લેખક તરીકે કામ કર્યું છે, ટેલિવિઝન કાર્યક્રમો હોસ્ટ કર્યા છે અને બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે મુખ્ય સેલિબ્રિટી એન્ડોર્સર છે.

આર માધવન અને સરિતાએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ પછી તેઓએ વર્ષ 1999માં પરંપરાગત રીતે તમિલ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

આર માધવનના પુત્રનું નામ વેદાંત છે. તેણે 48મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે મલેશિયન ઓપનમાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Read More
g clip-path="url(#clip0_868_265)">