નોરા ફતેહી
કેનેડામાં જન્મેલી નોરા ફતેહી અત્યારે ઈન્ડિયાની બોલિવુડ ઈન્ડસ્ટ્રિઝમાં ધૂમ મચાવે છે. એટલું જ નહીં તેને ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે. તેમનો જન્મ 06 ફેબ્રુઆરી 1992માં થયો છે. તેણે ટોરોન્ટોની વેસ્ટવ્યૂ સેન્ટેનિયલ સેકન્ડરી સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે.
તેને હિન્દી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં જોવા મળી છે. ફતેહીએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ Roar: Tigers of the Sundarbans થી કરી હતી. તેણે હિન્દી ફિલ્મો સ્ટ્રીટ ડાન્સર 3D (2020) અને ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (2021)માં સહાયક ભૂમિકાઓ ભજવી છે.
2016માં તે રિયાલિટી ટેલિવિઝન ડાન્સ શો ઝલક દિખલા જામાં સ્પર્ધક રહી ચુકી છે. તે બોલિવૂડ ફિલ્મ સત્યમેવ જયતેમાં જોવા મળી હતી, જ્યાં તેણે “દિલબર” ગીતના રિમેક વર્ઝનમાં ડાન્સ કર્યો હતો. તેણે ટેલિવિઝન શો ડાન્સ દીવાને જુનિયર્સ અને ઝલક દિખલા જા 10માં પણ જજ તરીકે કાર્ય કરેલું છે.
નોરા ફતેહી પર લાખો રૂપિયાનો વરસાદ કરશે BCCI, 1400 કરોડની ટુર્નામેન્ટમાં તેને મળ્યું આ કામ
WPL 2025 ની ફાઇનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. હોળીના દિવસે WPL ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરવામાં આવી હતી કે નોરા ફતેહી શનિવારે મેચ પહેલા પરફોર્મ કરશે.
- Sagar Solanki
- Updated on: Mar 14, 2025
- 10:50 pm
અમદાવાદમાં થશે અનુપ જલોટા-હરિહરનનો કોન્સર્ટ, પણ નોરા ફતેહી અને તમન્ના ભાટિયાને No entry, શું છે મામલો?
અનુપ જલોટા, શંકર મહાદેવન અને હરિહરન આવતા મહિને એક કોન્સર્ટમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આ કોન્સર્ટ ઘણા શહેરોમાં યોજાવા જઈ રહ્યો છે. હાલમાં જ આ અંગેના સમાચાર છે કે નોરા ફતેહી અને તમન્ના ભાટિયા પણ કોન્સર્ટમાં સામેલ થવાની હતી, પરંતુ ગાયકે ના પાડી દીધી હતી.
- Meera Kansagara
- Updated on: Dec 7, 2024
- 3:19 pm