કીર સ્ટાર્મર
સ્ટાર્મર પ્રથમ વખત 2015માં સંસદમાં ચૂંટાયા હતા. આ પછી, તેઓ એક વર્ષ માટે બ્રિટનના શેડો કેબિનેટમાં ઇમિગ્રેશન પ્રધાન હતા. આ ઉપરાંત, કીર સ્ટાર્મર 2016થી 2020 સુધી યુરોપિયન યુનિયન (EU)માંથી બહાર નીકળવા માટે શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ પણ હતા. તેઓ બ્રિટનના નવા વડાપ્રધાન છે. બ્રિટનમાં 2 સપ્ટેમ્બર, 1962ના રોજ જન્મેલા સ્ટાર્મર વ્યવસાયે વકીલ છે. સ્ટાર્મર પૂર્વી ઈંગ્લેન્ડના સરીમાં ઓક્સ્ટેડ નામના નાના શહેરમાં મોટા થયા હતા. તેના પિતા એક કારખાનામાં કારીગર હતા અને તેની માતા હોસ્પિટલમાં નર્સ હતી. સ્ટાર્મર પ્રથમ વખત 2015માં સંસદમાં ચૂંટાયા હતા. આ પછી, તેઓ એક વર્ષ માટે બ્રિટનના શેડો કેબિનેટમાં ઇમિગ્રેશન પ્રધાન હતા.
એશિયનને નામે ભારત સહીતના અન્ય દેશને બદનામ ના કરો, સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો, એલન મસ્કે પણ કહ્યું સાચું
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર માટે, એશિયન શબ્દનો ઉપયોગ કરવો ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. હવે કીર સ્ટારમરને એશિયન શબ્દના ઉચ્ચાર અંગે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના મહિલા સાંસદ, પ્રિયંકા ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રિટિશ વડા પ્રધાને ઉચ્ચારેલા એશિયન શબ્દનો ભારે વિરોધ કર્યો છે, પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, એશિયનના બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન કહો. પ્રિયંકા ચતુર્વેદીની આ વાતને એલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 9, 2025
- 5:43 pm