હુમા કુરેશી
ફેમસ બોલિવુડ એકટ્રેસ હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતા સલીમ કુરેશી એક રેસ્ટોરેટર છે, જે રેસ્ટોરન્ટ ચલાવે છે. તેની માતા અમીના કુરેશી ગૃહિણી છે. તેમણે ગાર્ગી કૉલેજ-દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસ વિષયમાં એજ્યુકેશનની ડિગ્રી પૂરી કરી છે.
તેમણે ફિલ્મોમાં કામ કરતા પહેલા નાટકોમાં પણ અભિનય કર્યો હતો અને એક મોડલ પણ છે. સેમસંગ મોબાઈલની જાહેરાતનું શૂટિંગ કરતી વખતે અનુરાગ કશ્યપે તેની અભિનય ક્ષમતા જોઈ અને તેને ફિલ્મોમાં કામ આપ્યું. સોની લિવની વેબ સિરીઝ મહારાણીમાં રાણી ભારતીનું પાત્ર ભજવવા બદલ હુમાના ખૂબ વખાણ થયા હતા.
ટીવી રિયાલિટી શો ‘મેડનેસ મચાયેંગે’થી તેમણે જજ તરીકે ટીવી શોમાં ડેબ્યૂ કર્યું છે. તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ-1 અને 2, ડેઢ ઈશ્કિયા, જોલી LLB 2, ડી ડે, બદલાપુર, તેમજ લૈલા વેબ સિરીઝથી એક્ટિંગમાં ધૂમ મચાવી છે.
રુમર્ડ બોયફ્રેન્ડ સાથે દેખાઈ હુમા કુરેશી, કોન્સર્ટમાં બધાની વચ્ચે કિસ કરતો વીડિયો વાયરલ, જુઓ-Video
હુમા કુરેશીનો તેના કથિત બોયફ્રેન્ડ અને એક્ટિંગ કોચ, રચિત સિંહ સાથે રોમેન્ટિક વીડિયો વાયરલ થયો છે. આ દરમિયાન, રચિત પાછળથી હુમાને હગ કરે છે અને તેને કિસ કરતો જોવા મળે છે. હવે આ બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
- Devankashi rana
- Updated on: Nov 17, 2025
- 2:38 pm
Breaking News : અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યા,દિલ્હીમાં પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્કૂટી પાર્કિંગના વિવાદને લઈને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના 42 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ લેનમાં બની હતી. હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
- Tanvi Soni
- Updated on: Aug 8, 2025
- 8:53 am