Breaking News : મહિલા સાથે છેડતી કરવાના આરોપમાં જાપાનમાંથી ભારતીય ખેલાડીઓને દેશનિકાલ, આજીવન પ્રતિબંધ લાગી શકે
2018 પેરા એશિયન ગેમ્સ ( Asian Para Games )માં ગોલ્ડ મેડલ જીતનાર પેરા સ્વિમર શમ્સ આલમ શેખ માટે આ ત્રીજી પેરા ગેમ્સ હતી, પરંતુ આ વખતે, દેશને ગૌરવ અપાવવાને બદલે, તે પોતાની ખોટી કાર્યવાહીને કારણે શરમજનક બન્યો.

જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં અનેક ભારતીય ખેલાડીઓ દેશ માટે મેડલ જીતી ચૂક્યા છે. દેશનું નામ રોશન કરી ચૂક્યા છે. તો સાથે જાપાનની ધરતી પર ભારતની ત્રિરંગો લહેરાવ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે એક ભારતીય સ્વિમરે એક શરમજનક કામ કર્યું છે. પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ પર જાપાનમાં એક મહિલાની સાથે યૌન શોષણ અને છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. ત્યારબાદ તેને જાપાનમાંથી પરત ભારત મોકલવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ જાપાનમાં ભારતીય પ્રતિનિધિમંડળના એક સુત્રએ જણાવ્યું કે, આ ઘટના સોમવાર 19 ઓક્ટોમ્બરના રોજ બની છે. નાગોયાની જે હોટલમાં ભારતીય સ્વિમિંગ ટીમ રોકાય હતા. અહી શેખના રુમનો મામલો સામે આવ્યો છે. શમ્સ આલમ પર આરોપ છે કે, તે એક મહિલા હાઉસકીપિંગ કર્મચારી જ્યારે તેના રુમમાં સાફ-સફાઈનું કામ કરવા આવી. ત્યારે ભારતીય પેરા સ્વિમરે તેની સાથે આ શરમજનક કૃત્ય કર્યાનો આરોપ છે.
ધરપકડ, દેશ વાપસી અને પ્રતિબંધ?
મહિલા કર્મચારીએ ફરિયાદ સ્થનીય આયોજન સમિતિને આપી છે. જે ભારતીય દળના અધિકારીઓ સુધી પહોંચી છે. ફરિયાદ મળ્યા બાદ જાપાન પોલીસે શેખની ધરપકડ કરી હતી. આ ઘટનાના એક દિવસ પછી મંગળવાર 20 ઓક્ટોમ્બરના રોજ તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો. ભારતના અનુભવી પેરા સ્વિમરમાંથી એક શેખ પર હવે મોટી કાર્યવાહી થઈ શકે છે. પેરાલમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા આ મામલે કડક અનુશાસનાત્મક કાર્યવાહી પર વિચાર કરી રહી છે. જેમાં આજીવન પ્રતિબંધ પણ સામેલ છે. આ કાર્યવાહી પેરા ગેમ્સ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
કોણ છે શમ્સ આલમ શેખ?
મોહમ્મદ શમ્સ આલમ શેખ બિહારનો રહેવાસી 40 વર્ષનો સ્વીમર છે. તેમણે ભારત માટે અનેક ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ભાગ લીધો છે. શેખે 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. અહી તેમણે 200 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ત્રીજી વખત એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.પરંતુ પોતાની ઈવેન્ટ ના પુલમાં ઉતરતા પહેલા આવી શરમજનક કૃત્ય કરી ભાગ લીધા વગર ભારત પરત ફર્યો છે.
