Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parental Control Tool: પેરેન્ટલ કંટ્રોલ ટૂલ શું છે? જાણો બાળકોના મોબાઈલના ઉપયોગ પર કેવી રીતે રાખવી નજર

ઑનલાઇન રમતો તદ્દન ખતરનાક હોઈ શકે છે. માતા-પિતાએ બાળકોની સ્માર્ટફોન એક્ટિવિટી પર નજર રાખવાની જરૂર હોય છે. આ માટે પેરેન્ટ્સ ટૂલ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે તે શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.

Parental Control Tool: પેરેન્ટલ કંટ્રોલ ટૂલ શું છે? જાણો બાળકોના મોબાઈલના ઉપયોગ પર કેવી રીતે રાખવી નજર
Parental Control Tool
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 3:19 PM

સ્માર્ટફોન આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. આવી સ્થિતિમાં બાળકોનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અને લેપટોપમાં પસાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાની સાથે સાથે ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ પણ ઝડપથી વધ્યો છે. ઈન્ટરનેટ પર આવી અનેક ગેમ છે જેનાથી બાળકો તેના આદી બની ગયા છે. આ ઑનલાઇન રમતો તદ્દન ખતરનાક હોઈ શકે છે. માતા-પિતાએ બાળકોની સ્માર્ટફોન એક્ટિવિટી પર નજર રાખવાની જરૂર હોય છે. આ માટે પેરેન્ટ્સ ટૂલ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે તે શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.

આ પણ વાંચો: FIR Against Amit Malviya: વીડિયો શેર કરીને ભરાઈ પડ્યા BJP IT સેલના વડા અમિત માલવિયા, રાહુલ ગાંધીને ખતરનાક કહેતો વિડિયો શેર કરવા બદલ FIR

પેરેંટલ કંટ્રોલ ટૂલ્સ

બાળકના માતા-પિતાએ જાણવું જરૂરી છે કે તમારું બાળક મોબાઈલ પર શું કરી રહ્યું છે અથવા જોઈ રહ્યું છે. તમારે બાળકની મોબાઈલ સ્ક્રીન એક્સેસ પર નજર રાખવી જોઈએ. આ માટે, તમે હંમેશા તેની સાથે રહી શકતા નથી, તેથી પેરેંટલ કંટ્રોલ ટૂલ્સ મોનિટરિંગ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!

પેરેંટલ કંટ્રોલ ટૂલ કેવી રીતે કામ કરે છે

પેરેંટલ કંટ્રોલ ટૂલ દ્વારા બાળકોના મોબાઈલ સ્ક્રીન ટાઈમને મેનેજ કરી શકો છો. આ ટૂલ Android અને iOS બંનેમાં ઉપલબ્ધ છે. આ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ, વેબ ફિલ્ટરિંગ, લોકેશન ટ્રેકિંગ, યુટ્યુબ વીડિયો જોવાના સમય પર નજર રાખી શકાય છે. આ સિવાય તમારા બાળક માટે હાનિકારક એવી એપ્સને પણ બ્લોક કરી શકાય છે. તમે સમય મર્યાદા પણ સેટ કરી શકો છો.

આ આદતથી છુટકારો મેળવી શકશો

આની મદદથી તમે જાણી શકશો કે તમારું બાળક મોબાઈલ પર સૌથી વધુ શું કરે છે. જો તે કોઈ ચોક્કસ ગેમ કે એપમાં વધુ સમય વિતાવે છે અને તેની લત લાગી ગઈ છે, તો તમે બળકને આ વ્યસનમાંથી છૂટકારો અપાવી શકશો.

Meta લાવ્યુ નવું ટુલ

ફેસબુકની પેરેન્ટલ કંપની મેટાએ નવું ફીચર લોન્ચ કર્યુ છે. આ ફીચર ટીનએજર અને તેમના પરિવારના સભ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. મેટાએ મંગળવારે નવા ફીચર્સની જાહેરાત કરી છે. જેની મદદથી માતા-પિતા પોતાના બાળકો દ્વારા ચલાવવામાં આવતા Instagram, Facebook અને Messengerનો ટાઈમ મેનેજ કરી શકશે.

કંપનીએ કહ્યું છે કે મેસેન્જર પર સુપરવિઝન કરવા માટે નવું ફીચર લાવ્યા છે. જેની મદદથી માતા-પિતા જાણી શકશે કે તેમના બાળકો શું વાતચીત કરી રહ્યા છે. મેટા આ ફીચર એવા સમયે લાવી રહ્યું છે જ્યારે મેટા માલિકીની એપ જેમ કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ગંભીર આરોપ લાગી રહ્યા છે કે આ એપ કિશોરોની માનસિક સ્વાથ્યને પ્રભાવિત કરી રહ્યું છે.

બાળકોના મેસેજ વાંચો શકશો નહીં

મેટાએ કહ્યું કે પેરેન્ટ એ તો જોઈ શકશે કે તેમના બાળકો ક્યા અને કેટલા સમય સુધી મેસેન્જરનો ઉપયોગ કરે છે. જોકે તેઓ બાળકોના મેસેજ વગેરે વાંચી નહીં શકે. મેટાએ આ ફીચરને માત્ર અમેરિકા, કેનેડા અને બ્રિટન માટે લોન્ચ કર્યુ છે. જોકે જલદી જ તે અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે.

અન્ય ફીચર પણ લાવી રહ્યુ છે મેટા

આ સિવાય મેટા અન્ય પેરેન્ટલ કંટ્રોલવાળા ફીચર્સ પણ જાહેર કરશે. જોકે તે શું હશે, તેના વિશે હાલ કોઈ માહિતી નથી.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">