Instagram પર આવી રહ્યું છે જબરદસ્ત ફીચર, એક ક્લિકમાં ડાઉનલોડ થઈ જશે Reel
લોકો લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ પર એક ફીચર મિસ કરી રહ્યા છે, અને તે છે રીલ કેવી રીતે ડાઉનલોડ કરવી. જો તમે પણ આવું વિચારનારા લોકોમાંથી છો, તો તમારા માટે સારા સમાચાર છે.
ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય ફોટો, વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે અને જ્યારથી તેના પર રીલ્સ ફીચર શરૂ થયું છે ત્યારથી તે લોકોનું ફેવરિટ બની ગયું છે. લોકો લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ પર એક ફીચર મિસ કરી રહ્યા છે, અને તે છે રીલ કેવી રીતે ડાઉનલોડ કરવી. જો તમે પણ આવું વિચારનારા લોકોમાંથી છો, તો તમારા માટે સારા સમાચાર છે.
આ પણ વાંચો: Viral Video: બકરી સાથે રીલ બનાવી છોકરીને પડી ભારે, કર્યો એવો હુમલો, લોકોએ કહ્યું: દીદીની યાદશક્તિ ગઈ
Instagram આખરે તેના વપરાશકર્તાઓને રીલ્સ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે. જોકે હાલમાં આ ફીચર માત્ર પસંદગીના યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ તેમની બ્રોડકાસ્ટ ચેનલ પરના તાજેતરના સંદેશમાં જણાવ્યું છે કે યુએસમાં ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ હવે રીલ્સને તેમના ડિવાઈસ પર સીધા ડાઉનલોડ કરી શકે છે.
મોસેરીએ લખ્યું, “અમેરિકામાં પબ્લિક એકાઉન્ટ દ્વારા શેર કરેલી રીલ્સને ફોન કેમેરા રોલમાં ડાઉનલોડ કરવાની ક્ષમતા શરૂ કરવામાં આવી રહી છે,” તમને ગમતી રીલ પર, ફક્ત શેર આયકનને ટેપ કરો અને ડાઉનલોડ પસંદ કરો. જણાવી દઈએ કે પર્સનલ એકાઉન્ટ્સ દ્વારા શેર કરેલી રીલ્સ ડાઉનલોડ કરી શકાતી નથી અને પબ્લિક એકાઉન્ટ્સ સેટિંગ્સમાંથી લોકો માટે તેમની રીલ્સ ડાઉનલોડ કરવાની ક્ષમતાને બંધ પણ કરી શકે છે.
મિનિટોમાં આ રીતે ડાઉનલોડ થઈ જશે Reel
મોસેરીએ જણાવ્યું કે કેવી રીતે વપરાશકર્તા ઈન્સ્ટાગ્રામ રીલ્સને સીધા જ એપમાંથી તેમના કેમેરા રોલમાં ડાઉનલોડ કરી શકે છે. આમ કરવા માટે, વપરાશકર્તાને ફક્ત શેર બટન પર ટેપ કરવાની અને ડાઉનલોડ પર ટેપ કરવાની જરૂર છે. જો કે, ડાઉનલોડ કરેલી રીલ્સ પર વોટરમાર્ક હશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
પરંતુ શેર કરેલ ફોટો પરથી એવો સંકેત આપવામાં આવ્યો છે કે ડાઉનલોડ કરેલ રીલ વીડિયોમાં એકાઉન્ટના નામ સાથે એક Instagram લોગો દેખાશે. જો કે, અહીં નોંધનીય બાબત એ છે કે હાલમાં આ ફીચર ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી, તેથી તમારે થોડી રાહ જોવી પડશે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો