Viral Video: બકરી સાથે રીલ બનાવી છોકરીને પડી ભારે, કર્યો એવો હુમલો, લોકોએ કહ્યું: દીદીની યાદશક્તિ ગઈ
એક છોકરી દોરડાથી બાંધેલી બકરીની સામે વીડિયો બનાવી રહી હતી. પરંતુ ત્યારે જ બકરી ડરી ગઈ અને જે થયું તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહિં અને છોકરી પર તરસ પણ આવશે.
આજકાલ યુવાનોમાં રીલ બનાવવાનો અને સેલ્ફી વીડિયો શૂટ કરવાનો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ઇન્ટરનેટ પર ફેલાવવા માટે અનોખી રીતે સેલ્ફી વીડિયો અપલોડ કરી રહ્યાં છે. કેટલાક લોકો લાઈવ રહીને પણ વીડિયો બનાવે છે. પરંતુ એક છોકરીને આમ કરવું મુશ્કેલ લાગ્યું છે. બન્યું એવું કે છોકરી એક બકરીની સામે વીડિયો બનાવી રહી હતી. પરંતુ ત્યારે જ બકરી ડરી ગઈ અને જે થયું તે જોઈને તમે હસવાનું બંધ કરી અને છોકરી પર તરસ આવશે.
આ પણ વાચો: Viral Video: દરિયાકિનારે પ્રપોઝ કરવું પડ્યું ભારે, થઈ મજેદાર દુર્ઘટના, જુઓ જોરદાર વીડિયો
વાયરલ ક્લિપમાં એક છોકરી દોરડાથી બાંધેલી બકરીની સામે સેલ્ફી વીડિયો શૂટ કરતી જોઈ શકાય છે. બીજી જ ક્ષણે આ છોકરી વિવિધ એક્સપ્રેસન આપવાનું શરૂ કરે છે. વીડિયોમાં યુવતી ક્યારેક હસતી તો ક્યારેક મોઢું બનાવતી જોઈ શકાય છે. આ દરમિયાન બકરી ક્યારેક કેમેરાની નજીક જતી તો ક્યારેક પાછળ જતી જોવા મળે છે. પણ લાગે છે કે બકરીને આ બધું બિલકુલ ગમ્યું નહિ. બીજી જ ક્ષણે બકરી તેના શિંગડા વડે છોકરીના માથા પર એટેક કરે છે.
View this post on Instagram
Credit- Instragram @mazak.he
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @mazak.he નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે કે, આ બકરી મુઝે માર. આ સાથે લખ્યું છે કે, તેણે કેવો અદ્ભુત હેડશોટ માર્યો છે. 11 જૂનના રોજ શેર કરવામાં આવેલો આ વીડિયો જ્યારથી અપલોડ થયો છે ત્યારથી તે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા યુઝર્સે ફની રીતે પ્રતિક્રિયા આપી છે.
પૂછ્યા વગર સેલ્ફી કેવી રીતે લીધી
એક યુઝરે કમેન્ટ કરી છે કે, દીદી પોતાને ડિઝની પ્રિન્સેસ માની રહી હતી. તો બીજી તરફ એક અન્ય યુઝર કહે છે કે, જાણે બકરી કહી રહી હોય- પૂછ્યા વગર સેલ્ફી કેવી રીતે લીધી. અન્ય એક યુઝરે લખ્યું છે કે, હું દાવો કરી શકું છું કે છોકરીએ તેની યાદશક્તિ ગુમાવી દીધી હશે. આ સાથે લોકોને સેલ્ફી લેતી વખતે સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો