IPL 2021: ડેવિડ વોર્નર ટુર્નામેન્ટ પહેલા હોટલના રૂમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો, જુઓ Video
ભારત અને સમગ્ર વિશ્વમાં કોવિડ -19 ના કેસોમાં વધારો થવાને કારણે મેચો રદ થયા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તેના બીજા તબક્કા તરફ આગળ વધી રહી છે. આઇપીએલનો આગળનો તબક્કો 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે.
IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના ઓપનર ડેવિડ વોર્નર (David Warner) તેના છ દિવસના ક્વોરેન્ટાઇન સમયગાળા દરમિયાન બેટ સાથે તેના રૂમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે, વોર્નર પોતાના બેટથી પ્રકટિસ કરી રહ્યો છે.
Quarantine or No Quarantine: 🏏 practice is a must, right @davidwarner31?#OrangeArmy #OrangeOrNothing 📹: @davidwarner31 pic.twitter.com/h1IBulR51m
— SunRisers Hyderabad (@SunRisers) September 12, 2021
સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) ટ્વિટ કરી કહ્યું કે, Quarantine or No Quarantine: વોર્નર પ્રેક્ટિસ કરી હોટલના રૂમમાં પોતાના ક્વોરેન્ટાઇન સમયગાળાનો મહત્તમ ઉપયોગ કરી રહ્યો છે.
આ વિશ્વની સૌથી મોટી અને સૌથી મોંઘી ક્રિકેટ લીગનું 14 મું સત્ર હશે જેનું સંયુક્ત આરબ અમીરાત દ્વારા આયોજન કરવામાં આવશે. એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 19 સપ્ટેમ્બર 2021 ના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.
દરમિયાન, ઇંગ્લેન્ડના જમણા હાથના બેટ્સમેન જોની બેયરસ્ટોને આઇપીએલની આ આવૃત્તિમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે વેસ્ટ ઇન્ડીઝના શેરફેન રધરફોર્ડની જગ્યાએ લેવામાં આવ્યા છે.
ઈન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 14 મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થઈ રહ્યો છે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. તમામ ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે. પરંતુ બીજા તબક્કાની શરૂઆત પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને આંચકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડના તેના ઓપનર જોની બેયરસ્ટો (Jonny Bairstow) એ વ્યક્તિગત કારણોસર લીગના યુએઈ સ્ટેજમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે હવે તેની જગ્યાએ એક જબરદસ્ત વેસ્ટ ઇન્ડીઝ ખેલાડીનો ઉમેરો કર્યો છે. આ ખેલાડીનું નામ શેરફેન રધરફોર્ડ (Sherphane Rutherford) છે. સનરાઇઝર્સે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે બેયરિસ્ટોનાં સ્થાને તમણે વિન્ડીઝના ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
રધરફોર્ડ હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સ તરફથી રમી રહ્યો છે. તેણે આ લીગમાં અત્યાર સુધીમાં ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે બાર્બાડોસ રોયલ્સ સામે રમાયેલી મેચમાં 43 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ પછી, તેણે ગુયાના એમેઝોન વોરિયર્સ સામે 34 બોલમાં અણનમ 58 રનની ઈનિંગ રમી અને ટીમને વિજય તરફ દોરી ગઈ. આગલી જ મેચમાં, તેણે જમૈકા તાલાવાઝ સામે ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 26 બોલમાં અણનમ 50 રનની ઈનિંગ રમીને તેની ટીમને છ વિકેટથી વિજય અપાવ્યો.
આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે