Gujarati News » Sports » | pm narendra modi meet tokyo paralympians on breakfast player gift him autographed stole
PM modi ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, વડાપ્રધાને ભેટ તરીકે આ ખાસ વસ્તુ મળી
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Sep 09, 2021 | 3:56 PM
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics) રમતોમાં ભારતીય ખેલાડીઓના, રેકોર્ડ પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી રમત માટે લોકો પ્રોત્સાહિત થશે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ -2020 માં ભાગ લેનાર ભારતીય ટુકડીને મળ્યા હતા. આ દરમિયાન, ભારતીય ટીમે પીએમને એક સ્ટોલ પણ ભેટમાં આપી હતી જેના પર બધાએ સહી કરી. જે પીએમના ગળામાં પણ દેખાઈ હતી. પ્રધાનમંત્રીએ ભારતીય ખેલાડીઓના સન્માન માટે આજે તેમને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા.
1 / 8
મોદીએ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ખેલાડીઓને ફોન પર અભિનંદન આપ્યા હતા, પરંતુ આજે તેઓએ સાથે મળીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સિલ્વર મેડલ જીતનાર નોઈડાના ડીએમ સુહાસ યથીરાજને મળ્યા. સુહાસે ભારતને બેડમિન્ટનમાં મેડલ અપાવ્યો.
2 / 8
તેમના સિવાય મોદી બેડમિન્ટન મેડલ વિજેતા કૃષ્ણા નાગર અને યુવાન પલક કોહલીને પણ મળ્યા હતા. બેડમિન્ટનમાં ભારતે પેરાલિમ્પિક્સમાં ચાર મેડલ જીત્યા છે. બેઠક દરમિયાન મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી, તેમનો અનુભવ જાણીને તેમને પ્રોત્સાહિત કર્યા
3 / 8
ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓએ આ વખતે અજાયબીઓ કરીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું અને કુલ 19 મેડલ જીત્યા જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
4 / 8
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય રમતવીરોને સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, પીએમ મોદી 16 ઓગસ્ટના બ્રેકફાસ્ટ માટે તમામ ખેલાડીઓને મળ્યા હતા.
5 / 8
પીએમએ બરછી ફેંકમાં મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાઝડિયા સાથે પણ વાત કરી. દેવેન્દ્રએ આ વખતે સિલ્વર મેડલ જીત્યો. આ પહેલા તેણે 2004માં ગોલ્ડ અને 2016માં રિયોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
6 / 8
પીએમ મોદીએ પેરાલમ્પિક ગેમ્સનું સમાપન થયા બાદ રવિવારે ટ્વિટર પર લખ્યું, ભારતીય રમતોના ઇતિહાસમાં ટોક્યો પેરાલમ્પિકની એક ખાસ જગ્યા રહેશે. તે દરેક ભારતીયોની યાદ સાથે જોડાયેલ રહેશે અને ખેલાડીઓ પેઢીઓ સુધી રમતો સાથે જોડાઇ રહેવા માટે પ્રેરિત કરશે. આપણાં જૂથના (ટોક્યો પેરાલિમ્પિક)ના દરક સભ્ય એક ચેમ્પિયન છે. અને પ્રેરણા સ્ત્રોત છે.
7 / 8
પ્રધાનમંત્રીએ આગળ લખ્યું હતુ, ભારત દ્વારા રેકોર્ડ સંખ્યામાં મેડલ જીતીને અમારા દિલને ખુશીથી ભરપૂર કરી દીધા છે. હું ખેલાડીઓને સતત મદદ માટે તેમના કોચ, સપોર્ટ સ્ટાર્ફ અને પરિવારની સારાહના કરવા ઇચ્છુ છું. અમે રમતમાં અને વધુ ભાગીદારી સુનિશ્વિત કરીને સફળતાઓ મેળવવાની આશાઓ રાખીએ છે.