Archery : તીરંદાજી વિશ્વ કપના ક્વોલિફાઇંગમાં ભારતની જ્યોતિની કમાલ, વિશ્વ રેકોર્ડની કરી બરાબરી
બે વર્ષ પહેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત પદક જીતનાર તેલંગાણાની જ્યોતિએ 72 માંથી 66 વખત નિશાન સાધ્યુ. આ સાથે તેણે સારા લોપેઝના 2015 માં બનાવેલ વિશ્વ રેકોર્ડ સ્કોરની બરાબરી કરી હતી.
ભારતની સ્ટાર કંપાઉંડ તીરંદાજ જ્યોતિ સુરેખા વેનમે વિશ્વ કપ રાઉન્ડ એકમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રેકોર્ડ 713 પોઇન્ટ હાંસિલ કર્યા હતા. જ્યોતિએ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતે આ સાથે ટોચનો ક્રમાંક હાંસિલ કરી લીધો હતો. ભારત સાથે મેક્સિકોને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી અને તે પોતાનો અભિયાન ક્વાર્ટર ફાઇનલમાં શરૂ કરશે. બે વર્ષ પહેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત પદક જીતનાર તેલંગાણાની જ્યોતિએ 72 માંથી 66 વખત નિશાન સાધ્યુ. આ સાથે તેણે સારા લોપેઝના 2015 માં બનાવેલ વિશ્વ રેકોર્ડ સ્કોરની બરાબરી કરી હતી.
વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત પદક જીત્યો હતો
બે વર્ષ પહેલા વિશ્વ ચેમ્પિયનશિપમાં રજત પદક મેળવનાર તેલંગાણાની જ્યોતિએ 72 માંથી 66 વખત સર્વશ્રેષ્ઠ 10 પોઇન્ટ પર નિશાન સાધ્યુ હતુ. આ સાથે તેણે સારા લોપેઝના 2015માં કોલમ્બિયા રાષ્ટ્રીય ક્વોલિફાઇંગ સ્પર્ધા દરમિયાન સ્કોર કરેલ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી.
Huge day for Jyothi! Career best score of 713, matching the world record and setting a new Asian record in Antalya!#ArcheryWorldCup pic.twitter.com/Su0W9Z93yO
— World Archery (@worldarchery) April 18, 2023
Asian record for Jyothi in Antalya. Plenty of talent in that top eight. 👇👏#ArcheryWorldCup pic.twitter.com/5rZGAlzefp
— World Archery (@worldarchery) April 18, 2023
પ્રથમ 6 રાઉન્ડમાં તેના 353 પોઇન્ટ હતા. તે પછી તેણે 360 માંથી 360 પોઇન્ટ હાંસિલ કરીને જૂનો એશિયન રેકોર્ડ તોડયો હતો. જૂનો એશિયન રેકોર્ડ કોરિયાની સો ચેઇવોનના નામે હતો. કોરિયાની સો ચેઇવોને 2017માં ઢાકામાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં 709 પોઇન્ટ હાંસિલ કર્યા હતા.
આ પણ વાંચો : IPL 2023: IPL પાવરપ્લેની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ટોચ પર ભારતીય
પુરૂષ તીરંદાજોએ કર્યા નિરાશ
વિશ્વ કપમાં પદાર્પણ કરી રહેલી અદિતિ સ્વામીએ 700 પોઇન્ટ સાથે 15મા સ્થાને અને અવનીત કૌર 699 પોઇન્ટ સાથે 19માં સ્થાન પર રહી હતી. પુરૂષ વર્ગમાં ભારતના અભિષેક વર્માની ગેરહાજરીમાં, તે ઇવેન્ટ માટે ક્વોલિફાઇ કરી શક્યો ન હતો, પુરૂષ તીરંદાજો નિષ્ફળ રહ્યા હતા. 22 વર્ષીય ઓજસ દેવતાલે 17માં સ્થાન પર રહ્યો હતો. રજત ચૌહાણ 29માં અને પ્રથમેશ જાવકર 30માં સ્થાન પર રહ્યો હતો.
આ પણ વાંચો : Indian Premier League: આઈપીએલને આજે 15 વર્ષ પૂર્ણ, આજના જ દિવસે મેક્કુલમની સદી સાથે થઈ હતી ધમાકેદાર શરૂઆત