વિરાટ કોહલી સાથે પંગો લેનાર ખેલાડી પર લાગ્યો બેન, IPLમાં રમવું બન્યું મુશ્કેલ

IPL 2023માં વિરાટ કોહલી સાથે પંગો લેનાર અફઘાની ખેલાડી નવીન ઉલ હક પર તેના જ દેશના ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ લગાવી દીધો છે. નવીન સિવાય અન્ય બે ખેલાડીઓ પર પણ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બેન લગાવ્યો છે. જેના કારણે હવે તેમના IPLમાં રમવા અંગે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.

વિરાટ કોહલી સાથે પંગો લેનાર ખેલાડી પર લાગ્યો બેન, IPLમાં રમવું બન્યું મુશ્કેલ
Naveen & Virat
Follow Us:
| Updated on: Dec 26, 2023 | 12:47 PM

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે આ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર જ રોક લગાવવાની સાથે ત્રણેય ખેલાડીઓના ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ACBને આ ખેલાડીઓ સામે ફરિયાદ છે કે તેઓએ રાષ્ટ્રીય ફરજ કરતાં પોતાના અંગત હિતોનો વધુ વિચાર કર્યો છે.

નવીન ઉલ હક પર લાગ્યો બેન

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના 3 ખેલાડીઓને લઈને મોટી કાર્યવાહી કરી છે. તેણે ત્રણેય ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. ખેલાડીઓ પર આ પ્રતિબંધ 2 વર્ષ માટે છે. જે ત્રણ ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાથી રોકવામાં આવ્યા છે તેમના નામ મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક અને ફઝલ હક ફારૂકી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણેય ખેલાડીઓના વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ ત્રણેય ખેલાડીઓ અફઘાનિસ્તાન તરફથી રમવા કરતાં પોતાના અંગત હિતોને વધુ મહત્વ આપી રહ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ!

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપી હતી. તેના નિવેદનમાં, બોર્ડે તે ખેલાડીઓ માટે કોમર્શિયલ લીગમાં રમવા અને રાષ્ટ્રીય ફરજ એટલે કે અફઘાનિસ્તાન માટે નહીં રમવાનો આગ્રહ કર્યો હતો.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ્દ

એટલું જ નહીં બોર્ડે આ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ બંધ કરી દીધા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે એક કમિટીની રચના કરી હતી, જેના એક સભ્યના જણાવ્યા અનુસાર, ત્રણેય ખેલાડીઓએ બોર્ડને તેમના નિર્ણય વિશે જાણ કરી હતી અને 1 જાન્યુઆરી, 2024ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં તેમની ભાગીદારી માટે તેમની સંમતિ લેવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી હતી.

IPLમાં રમવા અંગે પ્રશ્નાર્થ

જો કે, હવે જ્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મુજીબ, નવીન અને ફઝલને આગામી 2 વર્ષ માટે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા માટે NOC આપવાનો ઇનકાર કરી દીધો છે, ત્યારે આ ત્રણેય આ વર્ષે IPLમાં રમતા જોવા મળે તેવી શક્યતા ઓછી છે. મુજીબ ઉર રહેમાનને આ વખતની IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે. નવીન ઉલ હક પહેલેથી જ લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે. જ્યારે ફઝલહક ફારૂકીને સનરાઈઝર્સ હૈદરાબાદે જાળવી રાખ્યો છે. આ ત્રણેય ખેલાડીઓ વન ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી રમતા પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : શા માટે ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી? જાણો 5 કારણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">