AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખેલાડીએ સતત 8 મેચમાં કર્યો એવો કમાલ, 147 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું

શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે ગાલેમાં ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે તે સતત 8 ટેસ્ટ મેચમાં પચાસથી વધુ રનની ઈનિંગ્સ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ટેસ્ટમાં ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે.

આ ખેલાડીએ સતત 8 મેચમાં કર્યો એવો કમાલ, 147 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું
Kamindu MendisImage Credit source: PTI
| Updated on: Sep 26, 2024 | 7:37 PM
Share

શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે પણ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. ગાલેમાં તેની ઈનિંગે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે જે ખરેખર આશ્ચર્યજનક છે. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે. વાસ્તવમાં, કામિન્દુ મેન્ડિસ સતત 8 ટેસ્ટ મેચમાં પચાસથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કામિન્દુ મેન્ડિસે પાકિસ્તાની બેટ્સમેન સઈદ શકીલનો રેકોર્ડ તોડ્યો, જેણે સતત 7 ટેસ્ટમાં 50થી વધુ રન બનાવ્યા હતા.

કામિન્દુ મેન્ડિસનો વર્લ્ડ રેકોર્ડ

કામેન્દુ મેન્ડિસે 2022માં ઓસ્ટ્રેલિયા સામે ગાલેમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણે 61 રનની ઈનિંગ રમી હતી. આ પછી તેને ટેસ્ટ ટીમમાં તક ન મળી પરંતુ આ વર્ષે તેણે સિલ્હટ ટેસ્ટ રમી અને બાંગ્લાદેશ સામેની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી. તેણે ચિત્તાગોંગ ટેસ્ટમાં પણ 92 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 113 રન બનાવ્યા હતા. આ પછી તેણે લોર્ડ્સમાં 74 રનની ઈનિંગ રમી હતી. તે ઓવલ ટેસ્ટમાં 64 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેણે 114 રન બનાવ્યા હતા અને હવે ફરી એકવાર તેણે અણનમ 51 રન બનાવ્યા છે.

સતત 8 મેચમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી

કામેન્દુ મેન્ડિસ ટેસ્ટ ડેબ્યૂ બાદ સતત 8 મેચમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે. આ પહેલા સઈદ શકીલે 7 વખત આ કારનામું કર્યું હતું. બર્ટ સટક્લિફ, સઈદ અહેમદ, બેસિલ બુચર અને સુનીલ ગાવસ્કરે સતત 6 ટેસ્ટમાં પચાસથી વધુ રન બનાવ્યા હતા.

શ્રીલંકાનું શાનદાર પ્રદર્શન

ગાલેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે શ્રીલંકાએ દિવસની રમતના અંત સુધીમાં 306 રન બનાવી લીધા હતા. દિનેશ ચાંદીમલે 116 રનની શાનદાર સદીની ઈનિંગ રમી હતી. જ્યારે દિમુથ કરુણારત્ને 46 રને રનઆઉટ થયો હતો. એન્જેલો મેથ્યુઝ 78 અને કામિન્દુ મેન્ડિસ 51 રન બનાવીને અણનમ છે.

આ પણ વાંચો: રાહુલ દ્રવિડનો પુત્ર સમિત ઓસ્ટ્રેલિયા સામેની આખી વનડે સિરીઝમાંથી કેમ રહ્યો બહાર? મોટું કારણ બહાર આવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">