SL vs AUS: Steve Smith એ શ્રીલંકા સામેની મેચ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો, ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર

Cricket : શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ (SL vs AUS) વચ્ચે ટી20 અને વન-ડે શ્રેણી પુરી થયા બાદ હવે બે મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 29 જુનથી ગાલેમાં શરૂ થશે.

SL vs AUS: Steve Smith એ શ્રીલંકા સામેની મેચ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો, ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર
Steve Smith (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 7:16 AM

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ (SL vs AUS) વચ્ચે ટી20 અને વન-ડે શ્રેણી પુરી થયા બાદ હવે બે મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 29 જુનથી ગાલેમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ (Cricket Australia) ના પૂર્વ સુકાની સ્ટીવ સ્મિથ (Steve Smith) એ બુધવારથી શ્રીલંકા (Sri Lanka Cricket) સામે શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટની ફિટનેસ ટેસ્ટ (Fitness Test) પાસ કરી લીધી છે. સ્ટીવ સ્મિથ તેના બાકીના સાથી ખેલાડીઓની જેમ ઈજાથી પરેશાન છે અને તે પણ પ્રવાસમાં પ્રથમ ત્રણ વન-ડે ફિટનેસના કારણે રમી શક્યો ન હતો. તે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની લાંબી યાદીમાં સામેલ છે જેઓ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે.

મિશેલ સ્ટાર્ક (Mitchell Starc) ને તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હજુ પણ નિર્ણાયક નેટ પ્રેક્ટિસ પસાર થવું પડશે. જ્યારે ટ્રેવિસ હેડ (Trevis Head) પણ ઈજાથી પીડાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા સ્ટાર ક્રિકેટર અને અનુભવી ગ્લેન મેક્સવેલ (Glen Maxwell) ને વધારાના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. રવિવારે મુલાકાતી ટીમને કેટલાક સારા સમાચાર મળ્યા. કારણ કે સ્ટીવ સ્મિથ જેણે 2016 માં શ્રીલંકામાં છેલ્લી સદી ફટકારી હતી તેને ટેસ્ટ મેચ પહેલા પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે હવે પહેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં જોડાવા માટે ઉપલબ્ધ રહેશે.

ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે

ઓસ્ટ્રેલિયન એસોસિએટેડ પ્રેસ (AAP) એ સ્ટીવ સ્મિથ તરફથી કહ્યું કે, “જો અમે હજુ પણ વન-ડે ક્રિકેટ રમતા હોત. તો અમે ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા ત્યાં સુધીમાં હું ઠીક થઈ ગયો હોત.” તેણે આગળ કહ્યું, “ટેસ્ટ ક્રિકેટ થોડું સરળ છે, કારણ કે હું સ્લિપમાં ફિલ્ડિંગ કરું છું, હું મેદાનની આસપાસ એટલું દોડી શકીશ નહીં અને વધુ સારું કરવાનો પ્રયાસ કરીશ.”

ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ

પેટ કમિન્સ (સુકાની), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન અને ડેવિડ વોર્નર.

g clip-path="url(#clip0_868_265)">