એક ઓવરમાં 7 ચોગ્ગા, આ ભારતીય બોલરે ખરાબ બોલિંગની તમામ હદ તોડી નાખી, જુઓ વીડિયો
વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુ સામેની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રાજસ્થાનના ફાસ્ટ બોલર અમન શેખાવતે ખરાબ બોલિંગની તમામ હદો તોડી નાખી. તમિલનાડુના ઓપનર એન. જગદીશને અમન શેખાવતને એક જ ઓવરમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ખાસ વાત એ છે કે અમન શેખાવતે એક ઓવરમાં કુલ 29 રન આપ્યા હતા.
વિજય હજારે ટ્રોફીની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં તમિલનાડુના ઓપનર એન. જગદીશને પોતાની શાનદાર બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. આ ખેલાડીએ વિસ્ફોટક બેટિંગનું જબરદસ્ત ઉદાહરણ રજૂ કર્યું. આ જમણા હાથના ઓપનરે એક જ ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જગદીશને રાજસ્થાનના ઓપનિંગ બોલર અમન શેખાવતની ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. રસપ્રદ વાત એ છે કે શેખાવતની એક ઓવરમાં કુલ 7 ચોગ્ગા આવ્યા અને તેણે એક ઓવરમાં કુલ 29 રન આપ્યા હતા.
અમન શેખાવતની જબરદસ્ત ધુલાઈ
જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર અમન શેખાવત ઈનિંગની બીજી ઓવર નાખવા આવ્યો હતો અને તેનો પહેલો જ બોલ વાઈડ હતો, જે બાઉન્ડ્રી પાર ગયો અને ચોગ્ગો આવ્યો. આ પછી અમન શેખાવતે વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો. અમન શેખાવતે સતત શોર્ટ બોલ ફેંક્યા અને જગદીશને ઓફ સાઈડની બહાર કટ અને ઓન સાઈડ પર પુલ શોટ રમીને સતત 6 ચોગ્ગા ફટકાર્યા. આ રીતે અમનના દરેક બોલ પર તમિલનાડુને ચોગ્ગો મળ્યો. અમન શેખાવત હજુ પણ યુવા બોલર છે, તેણે માત્ર 4 લિસ્ટ A મેચ રમી છે.
4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣
29-run over!
N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu #VijayHazareTrophy | @IDFCFIRSTBank Scorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt
— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025
વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી
જગદીશન પહેલા વરુણ ચક્રવર્તીએ પણ તમિલનાડુ માટે સારું પ્રદર્શન કર્યું હતું. આ જમણા હાથના મિસ્ટ્રી સ્પિનરે 52 રનમાં પાંચ વિકેટ લીધી હતી. લિસ્ટ A ક્રિકેટમાં ચક્રવર્તીની આ ચોથી પાંચ વિકેટ હતી. આ પ્રદર્શન સાથે ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
રાજસ્થાનના અભિજીત તોમરની સદી
જોકે, રાજસ્થાન માટે ઓપનર અભિજીત તોમરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ 111 રનની સદીની ઈનિંગ રમી હતી. કેપ્ટન મહિપાલ લોમરોરે પણ શાનદાર 60 રન બનાવ્યા હતા. પરંતુ આ બંને બેટ્સમેન રાજસ્થાનને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યા ન હતા. રાજસ્થાનની ટીમ માત્ર 267 રન પર જ સિમિત રહી હતી.
આ પણ વાંચો: પિતાએ બોલીવુડમાં આમિર ખાન-સંજય દત્ત સાથે કર્યું કામ, પુત્રએ ક્રિકેટમાં બેટથી મચાવી ધમાલ