Joe Root એ વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથની બરાબરી કરી, આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો
Cricket : ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચેની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે 5 વિકેટના ભોગે 473 રનનો સ્કોર કર્યો. ઇગ્લેન્ડ હજુ ન્યુઝીલેન્ડના સ્કોરથી 80 રન પાછળ છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ (Joe Root) નું શાનદાર ફોર્મ ચાલી રહ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં જો રૂટે માત્ર 115 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ (ENGvNZ) વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહી છે. આ પહેલા જો રૂટે લોર્ડ્સ ટેસ્ટમાં અણનમ 115 રન બનાવ્યા હતા. આ રીતે જો રૂટની આ સતત બીજી સદી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે અત્યાર સુધી ટેસ્ટ મેચમાં 27 સદી ફટકારી છે.
જો રુટે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથની બરોબરી કરી
ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (Steve Smith) એ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં અત્યાર સુધી 27 સદી ફટકારી છે. આ રીતે જો રૂટે સ્ટીવ સ્મિથની બરાબરી કરી લીધી છે. મહત્વનું છે કે ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના નામે પણ 27 ટેસ્ટ સદી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ તેની છેલ્લી સદી નવેમ્બર 2019 માં ફટકારી હતી. જ્યારે સ્ટીવ સ્મિથે છેલ્લી સદી જાન્યુઆરી 2021 માં ટેસ્ટ મેચમાં ફટકારી હતી. ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની જો રૂટે છેલ્લા 18 મહિનામાં 10 સદી ફટકારી છે. જ્યારે રૂટની છેલ્લી 5 ટેસ્ટ મેચોમાં આ ચોથી સદી છે.
A brilliant day with the bat!
We finish day three on 473-5.
Scorecard & Videos: https://t.co/GJPwJC59J7
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/g1V3OAo1zy
— England Cricket (@englandcricket) June 12, 2022
He’s still going! 1️⃣5️⃣0️⃣
Scorecard & Videos: https://t.co/GJPwJC59J7
🏴 #ENGvNZ 🇳🇿 | @IGcom pic.twitter.com/49ADuLAOzK
— England Cricket (@englandcricket) June 12, 2022
જો રૂટ 10 હજાર રન બનાવનાર બીજો ઇંગ્લિશ બેટ્સમેન બન્યો
આ પહેલા જો રૂટે લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test) માં પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો. ખરેખર જો રૂટની આ સદી બાદ ઘણા દિગ્ગજોનું માનવું છે કે જો રૂટ આવનારા દિવસોમાં મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી શકે છે. સચિન તેંડુલકરના નામે 200 ટેસ્ટ મેચોમાં 15921 રન છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની ઉંમર માત્ર 31 વર્ષ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ ઇંગ્લિશ બેટ્સમેન સચિન તેંડુલકરના ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે છે. હવે આવનારા દિવસોમાં જો રૂટનું ફોર્મ કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.