IND vs BAN: રોહિત શર્માને રવીન્દ્ર જાડેજા પર વિશ્વાસ નથી? કાનપુર ટેસ્ટ વચ્ચે કેપ્ટન પર ઉઠ્યા સવાલ
27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી કાનપુર ટેસ્ટના પહેલા દિવસે માત્ર 35 ઓવરની જ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને રવિચંદ્રન અશ્વિનને બોલિંગ આપી. પરંતુ પાંચમા બોલર રવીન્દ્ર જાડેજા તરફથી એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. આવું કેમ થયું? શું રોહિતને જાડેજા પર વિશ્વાસ નથી?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી, જેમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 3 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, મેચ શરૂ થયા બાદ ભારતીય બોલરોને અપેક્ષા મુજબ મદદ નહીં મળી, જેથી રોહિતના નિર્ણય પર સવાલ ઉઠવા લાગ્યા. પરંતુ સંજય માંજરેકરે એક અલગ મુદ્દા પર સવાલ કરી બધાનું ધ્યાન દોર્યું.
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વરસાદને કારણે આ મેચ મોડી શરૂ થઈ હતી. કાનપુરની સ્થિતિ જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે કાનપુર સહિત ભારતના કોઈપણ મેદાન પરની ટેસ્ટ મેચમાં ભાગ્યે જ જોવા મળે છે. 9 વર્ષ પછી પણ ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આવી સ્થિતિમાં રોહિતના નિર્ણય પર સવાલ ઉઠ્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને અપેક્ષા મુજબ ઝડપથી સફળતા મળી ન હતી અને 35 ઓવરમાં માત્ર 3 વિકેટ જ મળી.
જાડેજાને બોલિંગ ન કરાવવા પર ઉઠ્યા સવાલ
કેપ્ટન રોહિતે આ સમયગાળા દરમિયાન 4 બોલરનો ઉપયોગ કર્યો, જેમાં ત્રણેય ઝડપી બોલર અને રવિચંદ્રન અશ્વિને આ 35 ઓવરો ફેંકી. જેમાં 2 વિકેટ ઝડપી બોલર આકાશ દીપે અને એક વિકેટ અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી હતી. આનો અર્થ એ થયો કે ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજાને એક પણ ઓવર નાખવાની તક મળી નથી અને રોહિતના આ નિર્ણય પર પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે સવાલો ઉઠાવ્યા છે. આ પ્રશ્ન ડાબા હાથના બેટ્સમેનથી ભરેલા બાંગ્લાદેશના ટોપ ઓર્ડર સામે રવીન્દ્ર જાડેજાને બોલિંગ ન કરાવવાનો છે.
Rohit needs to be shown this stat- JADEJA vs COOK, 2016 series : In 8 inngs, got him out 6 times, conceded just 75 runs.
Rohit tends to not bowl Jadeja early when there are left landers out there. #INDvsBANTEST
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 27, 2024
સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ
માંજરેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં રવીન્દ્ર જાડેજાના કેટલાક આંકડાઓનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે આ રોહિતને બતાવવાની જરૂર છે. આ આંકડા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 2016ની ટેસ્ટ શ્રેણીના છે, જેમાં જાડેજાએ ડાબોડી બેટ્સમેન અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને 8 ઈનિંગ્સમાં 6 વખત પોતાનો શિકાર બનાવ્યો હતો અને તેની સામે માત્ર 75 રન જ આપ્યા હતા. માંજરેકરે લખ્યું કે જ્યારે પણ ડાબા હાથના બેટ્સમેન ક્રિઝ પર હોય, ત્યારે રોહિત જાડેજાને જલ્દી બોલિંગ આપતો નથી.
જાડેજાનો ઉપયોગ ન કરવો ખરેખર ખોટું?
બાંગ્લાદેશના બેટિંગ ઓર્ડરના પ્રથમ 4 ખેલાડીઓ ડાબા હાથના બેટ્સમેન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જમણા હાથના ઓફ-સ્પિનરો ડાબા હાથના બેટ્સમેનો સામે વધુ અસરકાર સાબિત થયા છે, પરંતુ એવું નથી કે ડાબા હાથના બોલરો કોઈ પ્રભાવ પાડી શકતા નથી. જાડેજાએ તેની કારકિર્દીમાં 299 ટેસ્ટ વિકેટમાંથી 102 વખત ડાબા હાથના બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં માંજરેકરનો પ્રશ્ન વાજબી છે.
આ પણ વાંચો: IND vs BAN: કાનપુર ટેસ્ટનો પ્રથમ દિવસ માત્ર 35 ઓવરમાં સમાપ્ત, ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર નથી