IND vs NZ: રોહિત શર્માએ પોતાના જ રેકોર્ડને બ્રેક કર્યો, કેએલ રાહુલ સાથે મળી બનાવ્યો નવો વિક્રમ

ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) પહેલી જ મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવી ચુક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 8:17 AM

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ શ્રેણી રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) માટે એક નવી શરૂઆત રહી છે, કારણ કે રોહિતને ભારતની T20 ટીમનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પોતાની નવી જવાબદારીની પ્રથમ મેચમાં આ જોડીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

1 / 6
ન્યૂઝીલેન્ડે ભારતને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ટાર્ગેટની સામે રોહિત અને રાહુલે ટીમને મજબૂત શરૂઆત અપાવી અને 50 રનની ભાગીદારી કરી. આ સાથે આ જોડી ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પચાસ રનની ભાગીદારી કરનાર જોડી બની ગઈ છે. આ બંનેની 12 અડધી સદીની ભાગીદારી રહી છે. રાહુલ 15ના અંગત સ્કોર પર આઉટ થયો અને આ સાથે જ ભાગીદારી તૂટી ગઈ હતી.

2 / 6
આ મામલે રોહિત શર્માએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા તેણે શિખર ધવન સાથે T20 ઈન્ટરનેશનલમાં 11 વખત અડધી સદીની ભાગીદારી કરી છે. ધવન હવે ટીમનો ભાગ નથી અને તેની જગ્યા રાહુલે લઈ લીધી છે.

3 / 6
આ પછી રોહિતે વિરાટ કોહલી સાથે ઘણી અડધી સદીની ભાગીદારી પણ કરી છે. કોહલી સાથે રોહિતે T20 ઈન્ટરનેશનલમાં સાત વખત અડધી સદીની ભાગીદારી કરી છે. કોહલી પણ આ સિરીઝમાં નથી રમી રહ્યો. તેઓ આરામ પર છે.

4 / 6
બીજી તરફ જો ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ અડધી સદીની ભાગીદારીનો રેકોર્ડ આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયન અને પોલ સ્ટર્લિંગના નામે છે. આ બંનેએ 13 વખત T20 ઈન્ટરનેશનલમાં અડધી સદીની ભાગીદારી કરી છે.

5 / 6
રોહિત-રાહુલની જોડી આઇરીશ જોડીના રેકોર્ડથી માત્ર એક જ અર્ધશતકીય ભાગીદારી રમત થી દૂર છે. આમ આ જોડી રેકોર્ડ રચવા માટે પુરો દમ ધરાવે છે અને એટલે જ હવે આઇરીશ ઓપનીંગ જોડીનો રેકોર્ડ જોખમ રહેલો છે.

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">